Back

ટંકારા ખાતે બંધારણ દિવસની ઉજવણી કરાઇ


ટંકારા મુકામે કન્યા છાત્રાલય પાછળ નવનિર્મિત બુધ્ધ વિહારના પટાંગણમાં સાંજે ૫ વાગ્યે ટંકારા તાલુકાના અનુસૂચિત જાતી સમાજ દ્રારા ડૉ.બાબા સાહેબ નાં તૈલી ચિત્ર ને હેમંતભાઈ ચાવડા, ભરતભાઈ  સોલંકી,પો.કો.પ્રફુલભાઈ ,પ્રવીણભાઈ, નિર્મલાબેન, ગીતાબેન દ્રારા હાર પહેરાવી માનભેર ઉજવણી કરવામાં આવી.આજના કાર્યક્રમમાં ટંકારા તાલુકાના દુર દુર નાં ગામડે થી બહોળી સંખ્યામાં લોકોએ હાજર રહી ભારતીય સંવિધાન વિશે માહિતિ અને માર્ગ દર્શન મેળવ્યું હતું.  કાર્યક્રમ નાં મુખ્ય મહેમાન સામાજીક કાર્યકર એવાં રાજકોટના ભરતભાઈ સોલંકીએ ભારત દેશની મહિલા, ગરીબ, પીડિત, શોષિત અને વંચિત સમાજનાં સંવિધાન માં રહેલ મૂળભૂત અધિકાર વિશે ખુબ જ સરસ અને રસપ્રદ મજાની ઉપયોગી માહીતી આપી હતી. 

તેમજ કાર્યક્રમ નાં મુખ્ય અતિથિ એવાં ટંકારા પોલીસ માં ફરજ બજાવતા પ્રફુલભાઈ પરમારે સંવિધાનનાં"આમુખ"વિસે માહીતી આપી હતી. અને બંધારણીય મુળભુત અધિકારો સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા વિસે ખુબ જ અગત્યની માહીતી આપી હતી. નરસીભાઈ વરણએ તાર્કિક ઉદાહરણ આપી કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમ માં ચાર ગામનાં સરપંચો અને બહેનોનું તેમજ આયોજક મિત્રોનું ફુલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અંદાજે બસો જેટલા લોકોએ ભાગ લીધો હતો. અને સાથે બેસી સમુહ ભોજન કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલક હેમંતભાઈ ચાવડા ટંકારા, પ્રવીણભાઈ ચૌહાણ, દિનેશભાઇ ગોહિલે,

રમેશભાઈ વરણ, મુકેશભાઈ પરમાર, દિલીપભાઈ મકવાણા,રાહુલ ચૌહાણ, વાઘજીભાઈ પાટડીયા, મહેશ સારેસા,વિજય ચૌહાણ, સમ્રાટ અશોક, અસ્વીન પરમાર વગેરે મિત્રોએ કર્યું હતું.

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..