Back

ટંકારાના બંગાવડી ગામે પવનચક્કીનો ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો

ટંકારાના બંગાવડી ગામ નજીક પવનચક્કીને મંજુરી ના આપવા અંગે રજૂઆત કરીને ગ્રામજનોએ વિરોધ કર્યો છે અને આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતુ  ટંકારા તાલુકાના બંગાવડી ગ્રામ પંચાયતના સરપંચ શોભનાબેન દેત્રોજાના માર્ગદર્શન હેઠળ ગ્રામજનોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે બંગાવડી ગામે સરકારી ખરાબામાં ત્રણ પવનચક્કી કાર્યરત છે જેને કારણે ગામમાં અવાજનું પ્રદુષણ થાય છે અને સતત અવાજને કારણે ગામ લોકોને તેની ખરાબ અસર થાય છે પશુપક્ષીના મોત થાય છે ગામમાં મજુરી માટે મજુરો આવતા નથી ગામમાં આવેલી શાળાઓમાં પણ પવનચક્કીને કારણે અભ્યાસમાં મુશ્કેલી પડે છે બંગાવડી ગામના વૃધ્ધો ઘોંઘાટને કારણે રાત્રે અને દિવસે પૂરી ઊંઘ કરી સકતા નથી ગામમાં માલધારીઓને હિજરત કરવાની ફરજ પડી છે હાલમાં ગામમાં સરકારી ખરાબામાં જગ્યા વધારે ના હોય તેમજ ભવિષ્યમાં ગામના વિકાસ માટે જગ્યાની જરૂરિયાત હોવાથી કોઈપણ કંપનીને સરકારી ખરાબાની કે ગૌચરની જમીન ના ફાળવવા તથા ગ્રામ પંચાયતની મંજુરી વગર મંજુરી ના આપવામાં આવે તેવો ઠરાવ ગ્રામ પંચાયત સભામાં કરાયો છે અને કલેકટરને રજૂઆતમાં પણ પવનચક્કી કે અન્ય કોઈપણને મંજુરી ના આપવાની માંગ કરી છે

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..