Back

મોરબી યંગ ઈન્ડીયા ગ્રુપના મેન્ટોરની મદદથી ગુમ થયેલ વૃદ્ધનું પરિવાર સાથે મિલન



મોરબીના મયુર સોસાયટી બ્લોક નં.40 માં રહેતા જયંતિલાલ નર્મદાશંકર ત્રિવેદી ઉ.વ.82 ઘરેથી કહ્યા વગર ચાલ્યા ગયા હતા. ચિંતિત પરિવાર દ્વારા વાત્સલ્ય ન્યુઝમાં ગુમ થયેલો રિપોર્ટ ચડાવવામાં આવેલ હતો. યંગ ઈન્ડીયા ગ્રુપ મેન્ટોર દેવેનભાઇ રબારી તથા તેમની ટીમની મદદથી ગુમ થયેલ વૃદ્ધને તેમના પરિવાર સાથે પુર્ન મિલન કરાવ્યું હતું.


જોકે મોટી ઉંમર હોવાથી યાદશક્તિના કારણે વધુ યાદ ન રહેતા કન્યા છાત્રાલય રોડ પર ભુલા પડી ગયેલ હતા. અને રાત્રિના સમયે રોડ પર એકલા દેખાતા સંકલ્પ નવરાત્રિ મહોત્સવ પુર્ણ કરી યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઇ રબારી ત્યાથી પસાર થય રહેલ હતા. ત્યારે રાત્રિના ૨ વાગ્યાના સમયગાળામાં વૃદ્ધ રસ્તા પર એકલા નજરમાં આવતા ગાડી ઉભી રાખી વૃદ્ધને પુછપરછ કરી હતી. અને સાંજના સમયથી ગુમ થયા બાદ વધુ ચાલવાથી અશક્ત હાલતમાં કાઇ બોલી પણ નહોતા શકતા છતા પુછતાછ કરી તેમના પરિવારના સભ્યોને બોલાવી દેવેનભાઇ રબારી તથા તેમની ટીમ રૂબરૂ ઘરે જઈને જયંતિલાલભાઈને પરિવાર સાથે મિલન કરાવી દેવેનભાઇ રબારી તથા તેમના યંગ ઈન્ડીયા ગ્રુપના સભ્યોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ તકે તેમના પરિવારના પરેશભાઇ ત્રિવેદીએ વાત્સલ્ય ન્યુઝ તથા યંગ ઈન્ડીયા ગ્રુપના દેવેનભાઇ રબારીનો આભાર વ્યક્ત કર્યો હતો.

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..