Back

ટંકારાના હડમતીયાના પત્રકાર રમેશ ઠાકોરના પુત્રનો આજે જન્મદિવસ

આજે આપણા બન્નેની ઉંમર સરખી : પિતા દ્વારા પુત્રને જન્મદિવસે અનોખા પત્રની ભેટ

  

ટંકારાના હડમતીયાના પત્રકાર રમેશ ઠાકોરના પુત્રનો આજે જન્મદિવસ


ટંકારા : હડમતિયાના સામાજિક કાર્યકર તેમજ પત્રકાર રમેશ ઠાકોરના પુત્ર અભિષેકનો આજે જન્મદિવસ છે. લાડકવાયા પુત્રને આજે રમેશભાઈએ બહુ મૂલ્યવાન ભેટ રૂપે લાગણી સભર પત્ર લખ્યો છે.


આ પત્રને અક્ષરશઃ જોઇએ તો....


આજના આ શુભદિને હું તને શું કહું? હું એક પત્રકાર અને સામાજિક કાર્યકર તને આપી શકું તો બસ સત્યની કલમ આપી શકું બીજું તો હું કઈ આપી શકુ તેમ નથી. બહું તો શુભેચ્છાઆનો વરસાદ બનીને આવુ અને તારા મસ્તકે હાથ મુકું? હથેળીના સંપુટ વચ્ચે સમાવી લઉ કે તને બાહોમા લઈ છાતી સરસો ચાંપી દઉં? તું ન સમજી શકે, ન વિચારી શકે એટલુ આપવા તૈયાર છું, બસ તું મારા હ્દયમાં ઉભરાતા ભાવ સમજી શકે તો પણ ઘણું જ છે.


આજે તારા જન્મદિવસની સાથે મારો પણ એક પિતા તરીકેનો જન્મદિવસ પણ છે કારણ કે જે ક્ષણે તારો જન્મ થયો એ જ ક્ષણે હું પિતા બન્યો તેમજ મને પિતા બનવાનો દરરજો આપ્યો. બીજી રીતે જો જોવું તો તારી અને મારી પિતા તરીકેની ઉંમર સરખી થઈ તો પછી આપણે સરખી ઉંમરના પિતા-પુત્ર ન બની રહેતા એક મિત્ર બનીને રહીએ તો કેમ રહે ?


તારી જિંદગી હવે તારી જ છે તારા નિર્ણયો હવે તું પુખ્ત બનીને લઈ શકે છે એમા હું તને કશું ન કહી શકું. જયારે તને મારી જરુર હશે ત્યારે હું હંમેશા તારી સાથે છું અને એક હિતેચ્છું મિત્ર તરીકે સલાહ પણ આપીશ જો તું ઇચ્છે તો.


આજના દિવસે મારે તને આશિર્વાદ નથી આપવા. આશિર્વાદ તો મારા કર્મો જોઈ તને ઈશ્વર જ આપશે અને તે જ ફળશે. બીજી તરફ ઈશ્વરની જગ્યાએ જગતમા “માઁ” હોય છે તે તારા અને મારા પિતા બનતા પહેલા નવ માસ મોટી છે માટે હંમેશા તું માન સન્માન અને આદર તેનો કરજે અને તે તને આશિર્વાદ આપશે તે તને ફળશે.


મારી તો તને ખુબ ખુબ શુભેચ્છા છે. તું જીવનમા તારા સ્વપ્નો પુરા કરજે. જે મારા જીવનમાં હું મારા સ્વપ્નો ન પુરા કરી શક્યો તે તું પુરા કરજે એ જ મારા સ્વપ્નો હશે, એ જ અભ્યર્થના.


DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..