Back

રિક્ષામાં વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી રિક્ષામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્શને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક નાશી જતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના તથા વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ પી.એસ.આઈ. આર.પી.જાડેજાને સુચના મળતા પોલીસ સ્ટાફ ધર્મેદ્ન્રાસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા, વિજયભાઈ નાગજીભાઈ બાર અને ઇન્દ્રજીતસિંહ સતુભા પરમાર વાંકાનેર બાઉન્ડ્રી ચેક પોસ્ટ પર વાહન ચેકિંગમાં હોય દરમિયાન સી.એન.જી રિક્ષા જીજે ૦૩ બિયું ૪૩૩૦ શંકા સ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા રિક્ષામાથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૦ કીમત રૂ.૮૦૦૦, મોબાઈલ નંગ ૧ કીમત રૂ.૨૦૦૦ અને રિક્ષા કીમત રૂ.૫૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૬૦,૦૦૦ સાથે રિક્ષા ચાલક વિશાલ પ્રેમજીભાઈ વાઢેર રહે-રાજકોટ રાજારામ સોસાયટી વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે વિજય રણછોડભાઈ કોબીયા રહે-રાજકોટ સદગુરુ સોસાયટી વાળાઓ નાશી જતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

 

 

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..