Back

શુ આપ PUC કઢાવવા જાવ છો ? તો આ ન્યૂઝ તમારા માટે જ છે.

તા.14.09.2019

હાલ ગુજરાત સરકાર દ્વારા RTO ના કડક કાયદાનો અમલ આગામી 16 સપ્ટેમ્બર થી લાગુ કરી રહી છે ત્યારે લોકો PUC, ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન વીમો, કઢાવવા માટે હાફરા - ફાફરા થઈ રહ્યા છે.તેમજ જલ્દીથી વાહનોના તમામ કાગળો નિયમો મુજબ કરવા માટે દોડતા થયા છે.

હાલ વાંકાનેર તાલુકામાં પણ  PUC કાઢવા માટે લોકોની લાંબી લાંબી કતારો લાગે છે.ત્યારે લોકોને એ જાણવાનો પૂરો હક છે કે RTO નિયમો મુજબ PUC માટેનો ચાર્જ કેટલો છે.? ટુ વીલ વાહનો માટે રૂ.20 ,થ્રિ વીલ વાહનો માટે 25 રૂ.ફોર વીલ માટે રૂ.50 તેમજ ડીઝલ અને સીએનજી વાહનો માં ફોર વીલ માટે રૂ.50 નક્કી કરવા આવ્યા છે.કોઈ puc ડીલર RTO દ્વારા નક્કી કરેલા ભાવ કરતા વધુ ભાવ લઈ રહ્યો હોય તો આપ RTO ઇન્સ્પેક્ટર ને જાણ કરી તેની ફરિયાદ કરી શકો છો.તેમજ આમ કરવાથી PUC સેન્ટર વારાનું લાઇસન્સ રદ પણ થઈ શકે છે..

રીપોર્ટર

અર્જુનસિંહ વાળા

વાંકાનેર

મો.8780590614

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..