Back

વાંકાનેર વઘાસીયા ટોલનાકા ખાતે માં આશાપુરા ના ભક્તો માટે પદયાત્રીઓ માટે કેમ્પ

વાંકાનેર શહેરમાં અહીં આવેલા વઘાસીયા ના બોર્ડ પાસે ન ટોલનાકે છેલ્લા દસ વર્ષથી મા આશાપુરા ના ભક્તો પદયાત્રી જતા માટે કેમ્પ ચાલી રહ્યો છે જેમાં આજરોજ તારીખ 26 9 2019 ના રોજ મુંબઈના સાયકલથી આશાપુરા કચ્છ તરફ જઈ રહેલા ભક્તો આ કેમ્પનો લાભ લેતા તસવીરમાં નજરે પડે છે આ અંગેની જાણવા મળતી વિગત મુજબ મુંબઈના પાલઘર જિલ્લા ના બોઈસર થી 16 જેટલા યુવાનો ટીમ કચ્છના મા આશાપુરા ના દર્શન અર્થે તે ગત તારીખ 22 9 2019 સાયકલ મારફત નીકળેલ હોય જે આજે વઘાસીયા ટોલનાકા ના સેવાના કેમ્પનો લાભ લઈ રહ્યા નજરે પડે છે બોઈસર ગામ ના પ્રેમકુમાર એ અમારા પત્રકારને જણાવેલ   મહારાષ્ટ્રના માં મઢવાડી ગ્રુપ દ્વારા 16 વર્ષથી સાઇકલ દ્વારા મા આશાપુરાના દર્શન કરતે મુંબઈથી કચ્છ મા આશાપુરા ના દર્શન વખતે નીકળે છે જેમાં પ્રેમકુમાર સૌપ્રથમ વખત આ પ્રવાસમાં હોય તેઓને વઘાસીયા ટોલ નાકે કેમ્પનો લાભ લેતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્રની માનવતા સારી છે

કચ્છના મા આશાપુરાના દર્શન અર્થે પદયાત્રીઓ માટે મોરબી વાંકાનેર હાઇવે પર ઠેરઠેર સેવાના કેમ્પ  શરૂ છે જેમાં વઘાસીયા ટોલનાકા ના રાજેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે રાજનભાઈ છેલ્લા 10 વર્ષથી સેવા આપી રહ્યા છે આ કેમ્પમાં ચા-પાણી નાસ્તો તેમ જ મેડિકલ અને જમવાની વ્યવસ્થા સતત શરૂ છે 24 કલાક આ કેમ્પનો લાભ લેવા સર્વે પદયાત્રીઓને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ કેમ્પ 22 9 2019 ના રોજ શરૂ કરેલ છે જે તારીખ 28 9 2019 ના રોજ પૂર્ણ થશે

આ કેમ્પનો લાભ લેનાર ભક્તો આવતા વર્ષે પણ આ કેમ્પનો લાભ લે તેવી આશાઓ અને આશીર્વાદ સાથે આશાપુરા માતાના આશિષ પાઠવવામાં આવ્યા છે

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..