Back

ડુપ્લીકેટ તમાકુની ભેળસેળ કરતાં બે ઇસમો ઝડપાયા..

વાંકાનેર ચન્દ્રપુર રોડ ઉપર આવેલ મોનશા જીનમાં બાગબાન તમાકુ તથા અન્ય તમાકુ તથા મેન્થોનલ વગેરે મિશ્રણ કરી ડુપ્લિકેટ (બનાવટી) તમાકુ બનાવી તેના ૪૫ ગ્રામના નાના ડબ્બાઓના નીચેના તળિયા ખોલી બનાવટી તમાકુ ભરી મશીનરી તથા સાધન સામગ્રીનો ઉપયોગ કરી ડબ્બાઓના તળિયા શીલ કરી બાગબાન તમાકુના કાર્ટૂનમાં પેકિંગ કરી ઓરિઝનલ બાગબાન તમાકુની જગ્યાએ બનાવટી ભેળસેળ યુક્ત તમાકુ બનાવી બજારમાં તેનું વેચાણ કરવાના ઇરાદે પોતાની પાસે રાખી રેઇડ દરમ્યાન ભેળસેળ વાળી તમાકુના બાગબાન કંપનીના લોગા વાળા ભરેલ તથા ખાલી ડબ્બાઓ સીલ કરવાનું મશીન તથા સાધન સામગ્રી, બાગબાન કંપની ઉપયોગ કરે તેવા સ્ટીકર વાળા ડબ્બાના તળિયા,રીંગો, બાગબાન કંપનીની તમાકુ ભરેલ સીલબંધ ૪૫ ગ્રામના ડબ્બા તથા કાર્ટૂન તથા નાની તમાકુની પડીકીઓ, ટેપરોલ, કાચી તમાકુ વગેરે ચીજ વસ્તુ મળી કુલ મુદામાલ રૂ.૪,૦૪,૮૯૩/- ના મુદામાલ સાથે આરોપી નં. (૧) નવાઝ સિદ્દીકભાઈ ગોસર રહે.વાંકાનેર લક્ષ્મીપરા જી.મોરબી (૨) ઇરફાન અસરફભાઈ બાનવા રહે. રાતીદેવળી તા.વાંકાનેર જી.મોરબી વાળાઓને પકડી આ બાબતે બાગબાન કંપનીનો સંપર્ક સાધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

 

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..