Back

ઇકો ગાડીમાંથી અંગ્રેજી દારૂ ઝડપાયો ; કાર ચાલક રફુચક્કર

ઇકો ગાડી રજી નં. GJ ૩૬-L-૩૫૩૦ માં ગે.કા.રીતે અંગ્રેજી દારૂ રાખી થાન તરફથી આવતી હતી. ઇકો કારનો ચાલક ઇકો કાર રેઢી મૂકી નાશી જતાં કારમાંથી ROYAL KING WHISKY ની ૭૫૦ ML ની કાચની બોટલો નંગ-૨૧ કી.રૂ.૬૩૦૦/- તથા PARTY SPECIAL WHISKY ની ૭૫૦ ML ની કાચની બોટલો નંગ-૧૦૨ કી.રૂ.૩૦,૬૦૦/- નો અંગ્રેજી દારૂ મળી આવતા અંગ્રેજી દારૂ કી.રૂ.૩૬,૯૦૦/- તથા ઇકો કારની કી.રૂ.૩,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે.

આમ, ઇકો કાર ચાલક અંગ્રેજી દારૂ વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરી કુલ મુદામાલ રૂ.૩,૩૬,૯૦૦/- નો મૂકી ઇકો કાર ચાલક નાશી જતાં ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

 

અહેવાલ ચિરાગ મકવાણા

 

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..