Back

વાંકાનેરમાં ભાજપના બેનર હેઠળ વેચાતા હેલ્મેટ ?

વાંકાનેર નવા પરા વિસ્તારમાં આવેલા વાંકાનેર મોરબી હાઈવે પર આજરોજ તારીખ 26 9 2019 ના ખરા બપોરે એક વાગ્યાના સુમારે બે યુવાનો હેલ્મેટ વેચી રહ્યા તસવીરમાં નજરે પડે છે ત્યારે વાંકાનેર પંથકમાં કે વિસ્તારમાંથી પસાર થતા લોકો માં  ચર્ચાઓ જાગી છે

15 ઓક્ટોબર સુધી કાયદાને મુલતવી રાખવી પીયુસી હેલ્મેટ લાઇસન્સ વગેરે અંગે વિચારણા ચાલી રહી છે ત્યારે વાંકાનેર શહેરના હાઇવે પર ભાજપના બેનર પર હેલ્મેટ વેચી રહેલા યુવાનો તસવીરમાં નજરે પડે છે ત્યારે નોંધનીય છે કે ભાજપ દ્વારા આ કાયદાનો કડક અમલ હેલ્મેટ બનાવતી કંપની સાથે શું કોન્ટેક્ટ કરેલ છે? કે પછી હેલ્મેટ ઉત્પાદન ભારતીય જનતા પાર્ટી કરે છે ?એવી  ચર્ચાઓ હાલ વાંકાનેર પંથકમાં ચર્ચાના ચકડોળે ચડી છે અત્રે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીના બેનર પર હેલ્મેટ વેચાતા નથી પરંતુ તડકો ના લાગે તે માટે આ યુવાનોએ છત્રી ઓઢી છે એમાં પણ ભાજપને પ્રસિદ્ધિ  મળે છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજાલક્ષી કાર્યો કરવામાં અને પ્રજાના હિત માટે સફળ કારક 15 ઓક્ટોબર નિર્ણય લેવામાં આવે તેવી આશા જન્મી છે

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..