Back

વાંકાનેર તાલુકાના ગારીયા ગામ ખાતે HSRP નંબર પ્લેટ ફિટમેન્ટ કેમ્પ યોજાયો,

વાંકાનેર ડેપ્યુટી કલેક્ટર એન.એફ.વસાવા સાહેબની હાજરીમાં ગારીયા ગામ ખાતે HSRP નંબર પ્લેટ ફિટમેન્ટ કેમ્પ યોજાયો,

વાંકાનેર

9 November 2019


  આજ રોજ વાકાનેરના ગારીયા ગામ ખાતે અર્જુનસિંહ વાળા દ્વારા HSRP  નંબર પ્લેટ  ફિટમેન્ટ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર ડેપ્યુટી કલેકટર એફ. એમ. વસાવા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા  હતા  અને કેમ્પનું જાત નિરીક્ષણ કરવામાં આવેલ.  અર્જુનસિંહ વાળા દ્વારા અગાઉ પણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. અને આજરોજ સફળતા પૂર્વક બીજા કેમ્પનું આયોજન પુણઁ કરવામા આવેલ


 આજે ગારીયા ગામે  જે ફિટમેન્ટ કેમ્પ યોજાયો તે કેમ્પમાં વાંકાનેર તાલુકાના ૨૦૦ થી વધુ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવામાં આવી  જેમાં ફોરવીલરમા ટ્રેક્ટરો,ગાડીઓ અને ટુ વ્હીલરમા મોટરસાયકલો જેવા વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાડવામાં આવી,  વાંકાનેર તાલુકાના લોકોને મોરબી RTO ઓફીસના ધક્કા ન ખાવા ન પડે એ  હેતુથી આ બંને કેમ્પનું આયોજન અર્જુનસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ



જે  લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તેને ફોનથી જાણ કરવા છતાં  કોઈ  કારણોસર કેમ્પમાં વાહન સાથે ઉપસ્થિત રહ્યા ન હતા તેવા લોકોએ  RTO કચેરી મોરબી નો ઓફીસ સમયે સંપર્ક કરવાનો રહેશે. ત્યાંથી તેમના વાહનોની HSRP નંબર પલેટ મળી જશે


રિપોર્ટર

અર્જુનસિંહ વાળા

8780590614

વાંકાનેર

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..