Back

વાંકાનેરમાં આજના આધુનિક યુગમાં પણ થાય છે જુનવાણી ઢબે ગરબી

વાંકાનેર ખાતે આજની તારીખે  વર્ષો જૂની પરંપરા મુજબ માં ના નવલા નોરતાની ગરબી અને આરતી થાય છે અહીં આવેલા મોરબી નેશનલ હાઈવે પર અરુણોદય સોસાયટી માં વર્ષો જૂની  પરંપરા મુજબ ભારતીય સાંસ્કૃતિક રાસ ગરબા જય વિસોત ગરબી મંડળ ની નાની નાની બાળાઓ દ્વારા ભારતીય સાંસ્કૃતિક રાસ ગરબા  રમી મા ના આશિષ મેળવી રહી છે આ ગરબી ના આયોજક અશોકભાઈ ભુવા એ જણાવ્યું છે કે વર્ષોથી આ ગરબી ભટ્ટી પરિવાર દ્વારા શરૂ કરાઇ છે આ ગરબીમાં કોમી એકતાના પ્રતીક હિંદુ મુસ્લિમ બાળાઓ રાસ ગરબા લઇ માં નવલા નોરતાની તડામાર તૈયારીઓ શરૂ કરી છે વધુ માં જણાવેલ વિગત મુજબ એવું છે કે આ વિસોત ગરબી મંડળ દ્વારા પાંચમાં નોરતે અને આઠમા નોરતે એકસ્ટ્રા ઓર્ડિનરી રાસ ગરબા લેવામાં આવી રહ્યા છે હાલ ગરબીમાં 10 થી 15 વર્ષની બાળાઓ ૪૦ જેટલી દિકર ઓ ભાગ લીધો છે જે રાસ-ગરબાની તૈયારીઓ કરતી તસવીરમાં નજરે પડે છે વિસોત ગરબી મંડળ દ્વારા આયોજકો દ્વારા બાળાઓ ને પ્રોત્સાહિત કરવા અને બાળાઓનું ઉત્સાહ વધારવા માટે દર વર્ષે એક માસ અગાઉ તૈયારી કરવામાં આવે છે જેથી બાળાઓ ઈતિહાસીક ભારતીય સાંસ્કૃતિક રાસ ગરબા પરંપરાને જાળવી રાખેલ છે આ કાર્યક્રમમાં અશોકભાઈ ભુવા અને  સતુભા જાડેજા સહિતના કાર્યકરો સારી એવી જહેમત ઉઠાવી રહ્યા છે અને આ ગરબી છેલ્લા ૨૫ વર્ષથી એક સરખી જુનવાણી ઢબ થી રમાઇ રહી છે અને માની આરતી કરવામાં આવે છે જેથી આ ગરબીનું આકર્ષણ છેલ્લા ૨૫ વર્ષથી એવું ને એવું રહ્યું છે

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..