Back

વાંકાનેરમાં ૧૫૯ શાળામાં માત્ર 858 શિક્ષકો 25,000 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં

( આરીફ દીવાન દ્વારા) વાંકાનેર:

શાળાએ સંસ્કાર નું મંદિર છે ભણેતેતરે આવા બધા સ્લોગ માત્ર દિવાર ના બેનર બની બેઠા હોય તેમ હાલ વાંકાનેર પંથકની પ્રાથમિક સરકારી શાળાઓનું અપૂરતા શિક્ષકોના કારણે લાગી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા નવા કાયદાઓનું પાલન કરવાનું પરિપત્ર બહાર પાડી દેવામાં આવે છે એ પરિપત્રનો અમલ સરકારી તંત્ર વાહકો દ્વારા પૂરું કરે કેમ? એ પણ એક મોટો પ્રશ્ન છે આજે દરેક સરકારી કચેરીમાં અપૂરતો સ્ટાફ રહ્યો છે અને અપુરતા સ્ટાફથી કામ ચાલી રહ્યું છે ત્યારે વાંકાનેરમાં સરકારી શાળાઓમાં શિક્ષકો ઓછા અને વિદ્યાર્થીઓ ઝાઝા હોવાના કારણે તમામ સરકારી શાળાઓમાં એક ક્લાસમાં ધોરણ એક થી બે ના વિદ્યાર્થીઓ સાથે ભણે છે તેવી જ રીતે પાંચથી છ ના વિદ્યાર્થીઓ સાથે ભણે છે જેથી વિદ્યાર્થીઓનું ભાવિ ભારે જોખમમાં મૂકાયું હોય તેમ ખાનગી શાળાઓ તરફ લોકો વળવા લાગ્યા છે ત્યારે ભાજપ સરકાર એક વિકાસ લક્ષી સરકાર છે વિકાસની દિશા તરફ દિનપ્રતિદિન વધી રહી છે તેવા સમયે પાયાની પ્રથમ સુવિધા એટલે શિક્ષણ ત્યાં જ મોટી ખોટ છે !? ત્યારે હાલ વાંકાનેર પંથકમાં વિકાસની વાતો કરનાર સરકારે વાંકાનેર પંથક માં ખરેખર વિકાસ કરી આપવો જોઈએ હાલ વિકાસનું એક ટીપું પણ મળ્યું ન હોય તેમ હાલ સરકારી પ્રાથમિક શાળાઓમાં જોવા મળી રહ્યું છે વાંકાનેર તાલુકામાં આશરે 100 જેટલા ગ્રામ્ય વિસ્તારો છે જેમાં ૧૫૯ પ્રાથમિક સરકારી શાળાઓ આવેલી છે જેમાં વિદ્યાર્થીઓ ૨૩, ૯૦૩ ની સંખ્યા રહી છે ત્યારે વાંકાનેર પાયાના પથ્થર સમા શિક્ષણ મા સરકારી પ્રાથમિક શાળાઓ મા નિષ્ફળ નીવડી હોય તેમ 858 શિક્ષકો અને ૧૫૯ પ્રાથમિક શાળાઓ માં ફરજ બજાવે છે ત્યારે ગરીબ વિદ્યાર્થીઓનુંભાવી જોખમાઈ રહ્યું હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઇ રહ્યું છે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં તાલુકા કક્ષાની કક્ષાએ શિક્ષકોની ઘટ કાયમી રહી હોય તેઓ હાલ સરકારી શાળાઓનો ચિતા રહ્યો છે ત્યારે વાંકાનેરની ઘણી બધી શાળાઓમાં એવું પણ બને છે કે એક સાથે ત્રણ કલાસ જેમકે એક ક્લાસમાં ધોરણ એક બે ત્રણ એક સાથે અભ્યાસ કરે છે જેથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાઈ રહ્યું હોય તેઓ ચિતાર હાલ સરકારી પ્રાથમિક શાળામાં જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં વિકાસની વાતો કરનારા સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ  પૂરી કરે  તેવી આશાઓ  ગરીબ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ કરી રહ્યા છે  અત્રે નોંધનીય છે કે પાયાના પથ્થર જેવી શિક્ષણની સગવડતા  સરકારી પ્રાથમિક શાળામાં પૂરી પાડે તેવી લાગણી અને માગણી ઉઠવા પામી છે

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..