Back

વાંકાનેરમાં પીયૂસી હવે સરકાર માન્ય ભાવે જ નીકળશે.

તા.18.09.2019

વાંકાનેરના લોકો હવે પીયૂસી ના નામે લૂંટાશે નહિ સરકાર માન્ય ભાવે જ પીયૂસી કાઢી આપવામાં આવશે.


વાંકાનેર: ચમત્કાર વગર નમસ્કાર નથી આ પંક્તિ યથાર્થ પીયુસી પ્રકરણમાં થઈ છે. ગઈકાલ સુધી વાંકાનેરમાં પીયુસી કાઢનાર પાવન પીયુસી બેફામ લૂંટ ચલાવી રહ્યું હતું. તે આજે સરકાર માન્ય ભાવે કાઢવા મજબુર થઈને શરૂઆત કર્યાની માહિતી મળી રહી છે.




ગુજરાત દર્શન અને સાથી પત્રકારો ની ટીમને માહિતી મળી કે પાવન પીયુસી માં સરકાર માન્ય ભાવ કરતા ડબલ થી પણ વધુ ભાવ લઈને પીયુસી કાઢવાનો ગોરખ ધંધો ચાલુ થયો છે. આ માહિતીના આધારે ગુજરાત દર્શનના બ્યુરોચીફ અર્જુનસિંહ વાળા તેમજ અયુબ માથકીઆ અને સાથી પત્રકાર મિત્ર શાહરૂખ ચૌહાણ એ પાવન પીયુસી પાસે જઈને ખરેખર હકીકત ની તપાસ કરી હતી જેમાં લોકો પાસેથી લૂંટ ચાલતી હતી તે સત્ય નીકળ્યું હતું.  ત્યાં જ કેમેરા અને રીપોર્ટર ને જોતા પાવન પીયુસી નું શટર પડી ગયું હતું. અને કનેક્ટિવિટી ન હોવાથી બંધ કરી દીધા ની વાત કરી હતી. જ્યારે સટર ઉપર મશીનમાં ખરાબ થયાનું બોર્ડ માર્યુ હતું.




આ અંગેની મોરબી જિલ્લા કલેકટર, એસપી અને ટ્રાફિક કમિશનરને સોશિયલ મીડિયા અને ટેલિફોનીક ફરિયાદ આ પત્રકાર ટીમે કરી હતી. જેમની અનુસંધાને પાવન પીયુસી ને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ કારણદર્શક નોટિસ મળતા જ પાવન પીયુસી ના પગ ધરતી પર આવી ગયા હતા અને આજે બપોર સુધી બંધ રાખ્યા પછી બપોર બાદ સરકાર માન્ય ભાવનું બોર્ડ મારી ને એ ભાવ મુજબ જ પીયુસી કાઢવાની શરૂઆત કરી છે.




આમ વાંકાનેરમાં ખુલ્લેઆમ રીતે પબ્લિકને લૂંટનાર વ્યક્તિની શાન ઠેકાણે લાવવા માટે અને સરકાર માન્ય ભાવ પ્રમાણે જ પી યુ સી કાઢવા માટેની ત્રણ પત્રકારો ની ટીમ મેદાને ઉતરી હતી અને તેમાં તે સફળ પણ થઈ છે. હવે સરકાર માન્ય ભાવે વાંકાનેરની જનતાને પિયુસી મળશે.

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..