Back

વાંકાનેરમાં જલારામબાપાની જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવણી

વાંકાનેર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 220 મી જન્મ જયંતી જલારામ બાપાની ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી જેમાં સમગ્ર વાંકાનેર પંથકન માંથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સંત શિરોમણી પરમ પુજ્ય શ્રી જલારામ બાપાની 220 મી જન્મ જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઠેર ઠેર સ્ટોલો નાખી બાપાની યાદમાં બુંદી, ગાંઠિયા, લાડુ સહિતની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જલારામ જયંતિ નિમિત્તે આજે વાંકાનેર શહેરમાં લોહાણા મહાજન યુવક મંડળ દ્વારા માર્કેટ ચોક, ગ્રીન ચોક સહિતની જગ્યાએ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ આગેવાનો અને ભક્તો તસવીરમાં નજરે પડે છે તસ્વીર મિલન મહેતા

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..