Back

વાંકાનેર સબ રજિસ્ટ્રાર ને પાંચ હજારની લાંચ માંગતા રંગે હાથ ઝડપી પાડતી મોરબી એસીબી.

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર મામલતદાર કચેરી સબ-રજિસ્ટ્રારમાં ફરજ બજાવતા સંજય કાંતિલાલ મહેતાને તેની જ ચેમ્બરમાં રૂપિયા પાંચ હજારની લાંચ માં મોરબી એસીબી એ સ્થળ પર જ પડકી પાડ્યો.

ફરિયાદી મકાન લે વેચનું કામ કરતા હોય અને ગઈ ૧૧/૦૯/૨૦૧૯ વેચેલ જેનો દસ્તાવેજ કરી આપવા ૪૦૦૦૦/ ની લાંચની માંગણી કરી હતી અંતે ૧૦૦૦૦/-માં ડિલ ફાઇનલ થઈ હતી.ત્યારે ફરિયાદીએ જે તે સમયે ૫૦૦૦ આપી દીધેલ હતા જ્યારે બીજો ૫૦૦૦ નો હપ્તો બાકી રહેતા સબ રજિસ્ટ્રાર ઉઘરાણી કરતા હોય જે રકમ ફરિયાદી આપવા માંગતા ન હોઈ તેમના  દ્વારા એસીબીમાં ફરિયાદ કરવામાં આવેલ હતી જે ફરિયાદને લઈ એસીબી અધિકારી એમ.બી.જાની પો.ઇન્સ.મોરબી તેમની ટીમ સાથે મદદનીશ નિયામક એચ.પી.દોશીની નિગરાણી હેઠળ છટકું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં વાંકાનેર મામલતદાર કચેરી સબ-રજિસ્ટ્રાર ને લાંચ ની રમક રૂ પાંચ હજાર લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો.તેમજ એસીબી દ્વારા તે પાંચ હજારની રકમ રિકવરી કરેલ છે

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..