Back

વાંકાનેર RTO ફિટમેન્ટ કેમ્પ માટે રજિસ્ટ્રેશન ચાલુ;ટૂંક સમયમાં વાંકાનેર થશે કેમ્પનું આયોજન

વાંકાનેર તાલુકામાં ફરી એકવાર પાછો થશે RTO HSRP ફિટમેન્ટ કેમ્પ;રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

વાંકાનેર:વાહન વ્યવહાર નિયમોને લઈને લોકોમાં જાગૃતતા આવે અને સરકાર માન્ય ભાવ મુજબ લોકો સહેલાયથી HSRP RTO માન્ય નંબર પ્લેટ લગાવી શકે તે માટે ગઇ કાલે યજ્ઞપુરુષ નગર ગારીયા ખાતે HSRP ફિટમેન્ટ કેમ્પનું સફળ આયોજન થયું હતું.તેમાં લોકોના અભિપ્રાય અને માંગણીઓને ધ્યાને લઇ વાંકાનેર તાલુકામાં ફરી પાછો એકવાર RTO માન્ય નંબર પ્લેટ લગાવવા માટેનો કેમ્પ ટૂંક સમયમાં થશે હાલ જે વાહન ચાલોકોને HSRP નંબર પ્લેટ ફિટ કરાવવાની બાકી હોય તે તેના વાહનનું રજિસ્ટ્રેશન ગુરુકૃપા એપ્લિકેશન,ગરાસીયા બોર્ડિંગ,વાંકાનેર ખાતેથી કરવી શકશે.રજિસ્ટ્રેશન કરાવવા માટે આર.સી.બુક,આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ આપવું ફરજીયાત છે.કેમ્પ નું સ્થળ અને તારીખ આપને ટૂંક સમયમાં જણાવવા માં આવશે.તેમજ ટુ વીલ,ટ્રેકટર માટે ૧૪૦ રૂ.જ્યારે ફોર વીલ માટે ૪૦૦ રૂ.ફી ચૂકવવા ની રહેશે. તમામ ડોક્યુમેન્ટ અર્જુનસિંહ વાળા (,મો.8780590614 ) ને પહોંચાડવા ના રહેશે.

કોમર્શિયલ વાહનો હોય તે વાહન ચાલોકોને આ  કેમ્પમાં રજિસ્ટ્રેશન કરાવવા નું રહેશે નહીં..વાહન ચાલકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.જેનો ચાર્જ અલગથી જે તે સાયબર કાફે,અથવા ઓનલાઈન એપ્લિકેશન વારાને ચુકવવા નો રહેશે.

રીપોર્ટર

અર્જુનસિંહ વાળા

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..