Back

માળીયા મિયાણા તાલુકાના દેરાળા ગામ ખાતે સારી કામગીરી બદલ સરપંચને મળ્યું શુભેચ્છા સાથે શિલ્ડ.

.મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકા ગામ દેરાળા ખાતે મુસ્લિમ મહિલા સરપંચ એ  પ્રજાલક્ષી સેવાકીય કાર્ય કરી રોડ રસ્તા પાણી તેમજ કોમી એકતાના પ્રતીક હિંદુ-મુસ્લિમ ધાર્મિક સ્થળો પર સરકારી યોજનામાંથી લાભ અપાવી સારી કામગીરી કરેલ આ કાર્યને સમગ્ર ગ્રામજનોએ આવકારી શુભેચ્છા પાઠવી હતી ત્યારે તાજેતરમાં જ સરપંચ એસોસિયેશન દ્વારા  સન્માનિત કાર્યક્રમ માં માળિયા (મિ.) તાલુકાના દેરાળા ગામના મહિલા સરપંચ ના પતિ આરીફખાન સારી કામગીરી બદલ શુભેચ્છા સાથેશિલ્ડ મેળવતા તસવીરમાં નજરે પડે છે અત્રે નોંધનીય છે કે આરીફ ખાન જેવો મહિલા સરપંચના પતિ છે તે પણ એક સમાજસેવક તરીકે મોરબી શહેર જિલ્લાની ઘણી બધી સંસ્થાઓ માં પોતાની યથાશક્તિ પ્રમાણે સેવાઓ આપી રહ્યા છે . જે સમાજસેવક આરીફ ખાન શિલ્ડ સાથે તસવીરમાં નજરે પડે છે તસવીર અહેવાલ આરીફ દિવાન

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..