Back

રાજકોટનો યુવાન વાંકાનેરના વડસર તળાવમાં ડૂબ્યો

વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા વડસર તળાવ ખાતે બપોરના આશરે 3 વાગ્યાના સમયે વડસર તળાવમાં કોઈ યુવાન ડૂબી ગયાના સમાચાર તાલુકા પોલીસને મળતા પ્રાથમિક કાગળો કરેલ છે. પોલીસ મથકે જાણવા મળેલી વિગત મુજબ આ યુવાન રવિભાઈ ભુપાભાઇ બથવાર ઉંમર વર્ષ ૨૦ રહે. રાજકોટ સાત-હનુમાન કુવાડવા રોડ પર રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આ યુવાન ડૂબી જતાં મૃત્યુ પામેલ હોવાનું પોલીસ મથકેથી જાણવા મળેલ છે જે અંગે પ્રાથમિક કાગળો કરી વધુ તપાસ પોલીસ જમાદાર વશરામભાઈ આહિર ચલાવી રહ્યા છે

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..