Back

શ્રી તીથવા હાઈસ્કૂલ તીથવા ની વિક્રમ સારાભાઈ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં રજૂ થયેલ કૃતિ રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે પસંદ થઈ

શ્રી તીથવા હાઈસ્કૂલ તીથવા ની વિક્રમ સારાભાઈ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં રજૂ થયેલ કૃતિ રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે પસંદ થઈ, છેલ્લા ચાર વર્ષમાં ત્રીજી વખત રાજ્યકક્ષાએ પહોંચતા ચોતરફથી અભિનંદન વર્ષા


સાંપ્રત સમયની જરૂરિયાત અને મુશ્કેલીના હલ રૂપ વિજ્ઞાનની કૃતિ " *ટકાઉ કૃષિના પડકારો અને ઉપાયો* "એ જિલ્લા કક્ષાએ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી હતી. આ કૃતિની રજુઆત અને કૃતિમાં નવીનતા ને આધારે રાજ્યકક્ષાના 47માં વિજ્ઞાનપ્રદર્શન માં મોકલવા માટે પસંદ થઈ.

કૃતિ રજુકર્તા વિદ્યાર્થિનીઓ *1) બાદી રૂહીન 2)ચારોલીયા મહેર તથા માર્ગદર્શક શિક્ષક શ્રી ભરતભાઈ ગોપાણી*

પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતી આ કૃતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ઇ.સ. 2022 સુધીમાં ખેડૂતોની આવક કેમ બમણી કરી શકાય એ બાબત ને કેન્દ્રસ્થાને રાખી કૃતિ ને 4 ભાગમાં વહેંચવામાં આવી.

 1) પર્યાવરણ ની જાળવણી કરવા જળ અને જમીનનું પ્રદુષણ ઘટાડવા રાસાયણિક ખાતર ના બદલે વર્મી કોમ્પોસ્ટ અને સેન્દ્રિય ખાતરનો પ્રયોગ કરવાની ભલામણ કરવામાં આવી. ખેડૂતો ને રાસાયણિક દવા ,રાસાયણિક ખાતર નો ઓછો વપરાશ કરવો તેના સ્થાને ઓર્ગેનિક દવાઓ અને જીવામૃત નો ઉપયોગ કર્યો. કૃતિની બનાવટ અને વાસ્તવિક સમજ માટે વર્ગમાંથી બહાર નીકળી ખેતર માં જઈને તેના પ્રયોગના પરિણામો મેળવ્યા. જેમાં પરંપરાગત ખેતી અને પ્રાકૃતિક ખેતીના પરિણામો લગભગ સમાન જ મળ્યા. જ્યારે પ્રાકૃતિક ખેતી ખર્ચમાં લગભગ એક વીઘા દીઠ 3500 ₹ નો ઓછો ખર્ચ થયો 

2)ખેડૂતોને ખેતી સાથે પૂરક વ્યવસાય તરીકે ગૌપાલન (પશુપાલન) કરવું અને તેમાંથી મળતી નીપજ દૂધને સીધુજ ડેરીમાં આપવાના બદલે ડેરીપ્રોડકટ બનાવવી, અને ગૌમૂત્ર તથા ગોબરનો ઉપયોગ જીવામૃત બનાવવા કરવો. 

3)ઓછી જમીન ધરાવતા ખેડૂતોએ ટ્રેક્ટરના બદલે બળદ કે મોટરસાઇકલ માંથી બનાવેલ ઓજારો નો ઉપયોગ કરવો. 4) ખેતપેદાશ ને સીધાજ બજારમાં વેચવાના બદલે બજારની જરૂરિયાત મુજબ ગ્રેડિંગ કે અન્ય પ્રોડક્ટ માં રૂપાંતરણ કરી ને વેચવું.

તમામ બાબતો ની આંકડાકીય માહિતી ખુબજ રસપ્રદ રહી અને ખરા અર્થમાં ખેડૂતોની આવક બમણી કરવી ખુબજ સરળ જણાઈ. 

સમગ્ર મોરબી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માંથી  દરેક વિભાગમાંથી એક એમ કુલ 5 વિભાગમાંથી 5 અને તેજ રીતે પ્રાથમિક વિભાગમાંથી 5 કૃતિઓ પસંદ થઈ છે. આ પ્રદર્શન હળવદ સ્થિત નકલંકધામ ગુરુકુલમાં 78 કૃતિઓ રજુ થઈ હતી. જેમાંથી 10 કૃતિઓ રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તેમ આધારભૂત સુત્રોમાંથી જાણવા મળેલ છે.

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..