Back

મુખ્યમંત્રીના હસ્તે અંદાજે રૂા.૩૮૮.૬૩ લાખના ખર્ચે કેવડીયા કોલોની ખાતે બસ સ્ટેશનનું ઇ-ખાતમુહુર્ત

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અંદાજે રૂા.૩૮૮.૬૩ લાખના ખર્ચે કેવડીયા કોલોની ખાતે નવા બંધાનાર બસ સ્ટેશનનું કરાયેલું ઇ-ખાતમુહુર્ત

અંખડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવીને સાચી શ્રધ્ધાંજલી આપવાનું કામ આ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે રાજ્યમંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી (કુમાર)


આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી (કુમાર)ની ઉપસ્થિતિમાં કેવડીયા કોલોની ખાતે નવા બસ સ્ટેશનના ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજાયો


રાજપીપલા,શુક્રવાર :- ગાંધીનગર ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા અંદાજે રૂા.૩૮૮.૬૩ લાખના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે બંધાનારા નવા બસ સ્ટેશનના યોજાયેલા ઇ-ખાતમુહુર્તના વર્ચુઅલ કાર્યક્રમ અંતર્ગત  કેવડીયા કોલોની ખાતે આજે ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી (કુમાર), જિલ્લાના અગ્રણી અને નર્મદા સુગરના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, શ્રીમતી શારદાબેન તડવી, ઇન્ચાર્જ પ્રોગ્રામ વિભાગીય નિયામકશ્રી એસ.પી.માત્રોજા,જિલ્લા એસ.ટી ડેપો મેનેજરશ્રી પી.પી.ધામા, પદાધિકારીશ્રિઓ/અધિકારીશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં દિપ પ્રાગ્ટ્ય દ્વારા કાર્યક્રમ ખૂલ્લો મૂકાયો હતો.


આ પ્રસંગે ગુજરાતના અરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી (કુમાર) એ  પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અંખડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવીને સાચી શ્રધ્ધાંજલી આપવાનું કામ આ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી આ જિલ્લાના લોકોને રોજગારીની નવી તકો પણ ઉપલબ્ધ થશે. દેશ અને વિશ્વના લોકો કેવડીયા આવી રહ્યા છે ત્યારે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ કેવડીયા ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ બસ સ્ટેશનનું ઇ-ખાતમુહુર્ત કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતુ. 


વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે,  કોવીડ-૧૯ ની મહામારીમાં લોકોને સારી સવલતો મળી રહે તે  માટે સરકારી હોસ્પિટલોમાં વેન્ટીલેટર પૂરા પાડ્યા જ છે તેની સાથોસાથ પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ 

સરકારે વેન્ટીલેટરો પૂરા પાડ્યા છે તેમજ અનેકવિધ યોજના થકી  લોકડાઉનના સમયમાં પણ લાભો લોકો સુધી પહોંચ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. નર્મદા દુધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલે પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન પણ  કર્યું હતું. 


કેવડિયા કોલોની - અનીશ ખાન બલુચી 


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે આજે  ગાંધીનગર ખાતેથી કેવડીયા કોલોની ખાતે નવા બંધાનાર બસ સ્ટેશનનું ઇ-ખાતમુહુર્ત પણ કરાયું હતું. આ પ્રસંગે સીધા કરાયેલા પ્રસારણમા એસ.ટી.નિગમનું નિદર્શન કરાયું હતું. 


અત્રે એ ઉલ્લેખનિય છે કે, નવા બંધાનાર બસ સ્ટેશનમા  મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટીંગ હોલ, એડમીન રૂમ, કંટ્રોલરૂમ, કેન્ટીન (કિચન સહિત), વોટર રૂમ (આર.ઓ.સહિત), પાર્સલ રૂમ, સ્ટોલ કમ શોપ ( ૫ નંગ) , લેડીઝ રેસ્ટ રૂમ ( શૌચાલય સહિત ), ડ્રાઇવર કંડક્ટર રેસ્ટ રૂમ ( શૌચાલય સહિત ), વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પે.પ્રકારના શૌચાલય તથા સ્લોપીંગ રેક્નીમ  સુવિધા સહિત, ઇલેકટ્રીક રૂમ અને મુસાફર જનતા માટે શૌચાલય સહિત સગવડતા સાથે  સુવિધા ઉપલબ્ધ કરાશે. 


આ પ્રસંગે ગુજરાતના અરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી (કુમાર), જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ, પદાધિકારીશ્રિઓ/અધિકારીશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં નવા બસ સ્ટેશનના ભુમિપૂજન અને ખાતમુહુર્ત સાથે તકતીનું અનાવરણ કર્યું હતું.


ઇન્ચાર્જ પ્રોગ્રામ વિભાગીય નિયામકશ્રી એસ.પી.માત્રોજાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમા દિનેશભાઇ નાઇએ આભારદર્શન કર્યુ હતું  

                           

ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..