Back

ઉત્તરાણ પર દોરા થી બાઈક સવાર નું ગળું કપાયું : રાજપીપલા 108 દ્વારા સારવાર આપી હોસ્પિટલ ખસેડાયા

કેવડિયા કોલોની - અનીશ ખાન બલુચી 

ઉતારણ નો તહેવાર ખુબજ હર્ષોલ્લાસ નો છે પણ ઘણી વખત લોકો પતંગ ચગાવવા માં એટલા ખોવાય જતા હોય છે કે તે ભૂલી જાય છે કે રોડ રસ્તા પર ચાલતા કે બાઈક પર અવર જવર કરતા લોકોને અજાણ માં ઇજા પોહચાડીયે છે.

રાજપીપલા કરાઠા ગામ ના નટુભાઈ રમણભાઈ વસાવા (ઉં.-52)તેમના પત્ની સાથે કરાઠા થી બાઈક લય રાજપીપલા જવા  નીકળેલ હતા તે દરમિયાન વડિયા પાસે પોંહચતા ચાલુ બાઇકે તેમના ગાળા માં પતંગ ની દોરી વીટળાઈ  જતા ગાળા ના ભાગ માં ઇજાઓ થઇ હતી, ત્યાં ઉભેલા એક જાગૃત નાગરિક અમિત ભાઈ એ તરતજ 108 પર કોલ કરી જાણ કરી અને આ ઘટના ની જાણ 108 એમ્બ્યુલન્સ ને થતા તરતજ ઈ એમ ટી રિંકલ બેન તડવી અને પાયલોટ દિલીપભાઈ તડવી ગણતરી ની મિનિટો માં ઘટના સ્થળે પોહચી ગયા હતા. 108 ના ઈ એમ ટી રિંકલબેને ઘટના સ્થળ પર પોહચી દર્દી ની ઇજા તપાસી અને પ્રાથમિક સારવાર તેમજ  ડ્રેસિંગ કરી દર્દી ને સાંત્વના આપી. ત્યાર બાદ રાજપીપલા 108 ની ટીમ દ્વારા દર્દી નટુભાઈ ને સિવિલ હોસ્પિટલ રાજપીપલા ખસેડ્યા હતા.

દરેક તહેવાર તેમજ દરેક ઋતુ માં 24/7 ફરજ બજાવતા 108 ના કર્મીઓ ની સેવા ખરેખર બિરદાવા લાયક છે

ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..