Back

વિદેશી દારૂના ગુનાના કામે સંડોવાયેલ આરોપીને પાસામાં ધકેલતી એલ.સી.બી. નર્મદા


નર્મદા (રાજપીપલા) 


વિદેશી દારૂના ગુનાના કામે સંડોવાયેલ આરોપીને પાસામાં ધકેલતી એલ.સી.બી. નર્મદા તથા ગરૂડેશ્વર પોલીસ


કેવડિયા કોલોની - અનીશ ખાન બલુચી


શ્રી હરીકૃષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા શ્રી હિમકર સિંહ પોલીસ અધિક્ષક, નર્મદાના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો વિરૂધ્ધ સખત અટકાયતી પગલા લેવાના સુચના અને માર્ગદર્શન અનુ સંધાને શ્રી એ.એમ.પટલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ શ્રી સી.એમ.ગામીત,પો.સ.ઇ. એલ.સી.બી., નર્મદાનાઓ તથા તેમના પોલીસ સ્ટાફ મારફતે વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ કરતા ભદ્રેશભાઇ ઉર્ફે કાલો નિકુલભાઇ તડવી રહે.જુનાકોટ રાજપીપલા વિરૂધ્ધ ગરૂડેશ્વર તેમજ રાજપીપલા પો.સ્ટે. વિસ્તારમાં બે પ્રોહીબીશનના ગુના દાખલ થયેલ હતા. 


તા.નાંદોદ જી.નર્મદાનાની વધતી પ્રવૃતી ડામવા અને અંકુશમાં લાવવા સારૂ શ્રી એ.એસ.વસાવા, પો.સ.ઇ.

ગરૂડેશ્વરના એ ગરૂડેશ્વર પો.સ્ટે. દ્વારા પાસા કેસ નં. ૦૨/૨૦૨૦ ના કામે ભદ્રેશભાઇ ઉર્ફે કાલો

નિકુલભાઇ તડવી રહે. જુનાકોટ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદાના વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરીજીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, નર્મદાને મોકલવામાં આવેલ હતી. જે પાસા દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, નર્મદા દ્વારા મંજુર કરતા સામાવાળા વિરૂધ્ધ પાસા ડીટેન્શના હુકમ થતાં સામાવાળાને એલ.સી.બીપોલીસ સ્ટાફ મારફતે ડીટેઇન કરી જરૂરી કાર્યવાહી કરી આજરોજ તા.૩૧/૧૨/૨૦૨૦ના રોજ પાસાના કામે સુરત મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.તેમજ આ અગાઉ ભદ્રેશભાઇ ઉર્ફે કાલો નિકુલભાઇ તડવી રહે. જુનાકોટ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા  વિરૂધ્ધ નવસારી જીલ્લાના બીલીમોરા પો.સ્ટે. સી-પાર્ટ નં. 00૪૭/૨૦૨૦ ઇ.પી.કો. કામ

૬૫(એ)(ઇ), ૧૧૬બી, ૯૮(૨) મુજબ પણ ગુનો નોંધાયેલ છે. આ કામે નવસારી જીલ્લા પોલીસે પણ તેને અટક કરી જેલ હવાલે કરેલ.

પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા ઘ્વારા  અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો સામે સખત અટકાયતી પગલા

લેવાની સુચના અનુસંધાને નર્મદા પોલીસ આવી અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમોની પ્રવૃતિ ડામવા માટેસતત અને સખત અટકાયતી પગલા લેવા પ્રયત્નશીલ છે,


ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..