Back

પાણી પુરવઠાની રૂ. ૧૫૨ કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત.મુખ્યમંત્રી

 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કિસાન સૂર્યોદય યોજનાનો નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી શુભારંભ કરવામાં આવીયો : પાણી પુરવઠાની રૂ. ૧૫૨ કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત.મુખ્યમંત્રી ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના મંત્રી સૌરભભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા, લોકસભા સાંસદ.ગીતાબેન રાઠવા. મનસુખ વસાવા. શબ્દ સરણ તડવી.સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહિયા.

      

નર્મદા જિલ્લાના ૩૯ ગામોને સિંચાઇ માટે દિવસે વીજળી મળશે રાજ્યભરના ૨૭૦૨ ગામના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા ચરણમાં સમાવાશે.

કેવડિયા કોલોની - અનીશખાન બાલુચી 

        રાજપીપલા,બુધવાર :- ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણમાં આજે તા. ૦૭ મી જાન્યુઆરી,૨૦૨૧ ને ગુરૂવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા દક્ષિણ ગુજરાતના પ્રથમ તબક્કામાં નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી શુભારંભ કરવામાં આવ્યુ. જેનાથી નર્મદા જિલ્લાના ૩૯ ગામના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી ઉપલબ્ધ થશે. આ યોજનાના બીજા ચરણમાં PGVCL, UGVCL, MGVCL અને SGVCLના વિસ્તારના કુલ ૨૭૦૨ ગામોના ખેડૂતોને કુલ ૯૫૩ ખેતી વિષયક ફીડરોના ૨.૨૪ લાખથી વધુ ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવામાં આવશે.


        આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે પાણી પુરવઠાની રૂ. ૧૫૨ કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ  જેમાં કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ તાલુકાના ૫૭ ગામોની રૂ. ૭૨.૬૬ કરોડની પાણી પુરવઠા યોજના, કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ તાલુકાના ૨૧ ગામોની રૂ. ૨૩.૦૩ કરોડની પાણી પુરવઠા યોજના, કરજણ જમણા કાંઠા કેનાલ આધારિત નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાના ૩૨ ગામોની રૂ. ૪૯.૯૪ કરોડની પાણી પુરવઠા યોજના તેમજ નર્મદા મુખ્ય કેનાલ આધારિત ગરૂડેશ્વર તાલુકાના ૩૬ ગામો અને ૨૨ ફળિયાની રૂ. ૭.૨૪ કરોડની પાણી પુરવઠા યોજનાઓનો સમાવેશ થાય છે. 


નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા મથકે  મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાતના ઉર્જા મંત્રી  સૌરભભાઇ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ,સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, સંસદસભ્ય ગીતાબેન રાઠવા તેમજ પૂર્વ મંત્રી શબ્દસરણ તડવી  સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહિયા.


 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજનાની વિશેષતાઓ વિશે વાત કરતા   કોંગ્રેસ પર ચાબખા મારતા કહ્યું કે ૪૨ વર્ષના શાસનમાં 436 કનેક્શન આપવામાં આવ્યા હતા તેમજ તિલકવાડા તાલુકામાં 55 કનેક્શન 42 વર્ષના કોંગ્રેસના શાસન કાળ દરમ્યાન નર્મદા જિલ્લાને છ સબ સ્ટેશન તિલકવાડા અને ખાલી એક સબટેસન ફાળવ્યું મુખ્યમંત્રીએ કહ્યું કે અમે એક વર્ષમાં ૧૮૦૦ કરોડની સબસિડી આપીએ છે ગુજરાત ૨૪ કલાક વીજળી આપી જ્યોતિગ્રામ બન્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં લંગડી વીજળી મળતી, હવે  ખેડૂતોને દિવસે કામ અને રાત્રે વિશ્રામ. 

 :  ખેડૂતોને હવે દિવસે વીજળી મળતાં, રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ,  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આ યોજનાનો શુભારંભ તા. ૨૪.૧૦.૨૦૨૦ના રોજ કરવામાં આવ્યો હતો. યોજનાના પહેલા તબક્કામાં જુનાગઢમાં ૨૨૦, ગીર સોમનાથમાં ૧૪૩ તેમજ દાહોદ જિલ્લાના ૬૯૨ એમ કુલ ૧૦૫૫ ગામોના ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવાનું શરૂ કરવામાં આવ્યો છે.  

• આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૫૦૦ કરોડના ખર્ચે – ૬૬ કે.વી.ની ૩૪૯૦ સર્કિટ કિ.મી. જેટલી ૨૩૪ નવી ટ્રાન્સમીશન લાઇનો તથા ૨૨૦ કેવીના ૯ નવા સબસ્ટેશનો થકી ગુજરાતનું વીજ માળખું સુદ્ધઢ કરાશે.


• દક્ષિણ ગુજરાતમાં યોજનાના બીજા તબક્કામાં નર્મદા, ભરૂચ, તાપી, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના કુલ ૪૫૪ ગામોના ખેડૂતોને તા.૦૭/૦૧/૨૦૨૧ થી તા.૧૭/૦૧/૨૦૨૧ સુધીમાં તબ્બકાવાર દિવસે વીજ પુરવઠો આપવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ડીજીવીસીએલના વિસ્તારમાં કુલ ૬૯ ફીડરોના ૪૫૪ ગામના ખેડૂતોના ૧૯૭૪૭ ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.


ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..