Back

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવેલ એસ.ઓ.યુ. સત્તા મંડળ તેમજ ઈકો સેન્સીટીવ ઝોન નો વિરોધ.

નર્મદા કેવડીયાકોલોની


સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવેલ એસ.ઓ.યુ. સત્તા મંડળ તેમજ ઈકો સેન્સીટીવ ઝોન નો વિરોધ.


 નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થઇ એસ ઓ યુ વીઘાયક મંડળ અને ઈકો સેન્સીટીવ ઝોન તાત્કાલિક રદ થાય તે હેતુથી આજથી કેવડીયા ગામ ખાતે ધરણાનો કાર્યક્રમ.


 કેવડીયાકોલોન - અનીશ ખાન બલુચી


ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામ ખાતે ઇકો સેન્સિટીવ જોન હટાવો સમિતિ દ્વારા મિટિંગ તેમજ ધરણાનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલા ઈકો સેન્સીટીવ ઝોનજે 121ગામ મા લાગુ કયરો છે તે રદ કરવાની માંગ સાથે કેવડીયા ગામ ના હેલિપેડ ગ્રાઉન્ડમાં આદિવાસી સમાજ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઈકો સેન્સીટીવ ઝોન હટાવો સમિતિના કન્વીનર ચૈતર ભાઈ વસાવા તથા સહ કન્વીનર સાથે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તથા સ્થાનિક લોકો જોડાયા હતા આ મિટિંગમાં આદિવાસી સમાજ સાથે થઈ રહેલા અન્યાય ને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને પ્રાસંગિક સંબોધન આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા આ મીટીંગ નો મુખ્ય હેતુ ઈકો સેન્સીટીવ ઝોન નો નિયમ રદ કરવામાં આવે તેમજ અમારા 7 12 માં જે કાચી એન્ટ્રી પાડવામાં આવી છે તે રદ થાય. તે રહ્યો હતો અને જો આ કાયદો રદ કરવામાં નહીં આવે તો આગળના સમયમાં ધરણા પ્રદર્શન ના કાર્યક્રમો પણ કરવામાં આવશે તેવી ચીમકી પણ આગેવાનો દ્વારા આપવામાં આવી છે. આ કાર્યક્રમને લઇ આગેવાનોનું સુ કહેવું છે તે સાંભળીએ.


 રિપોર્ટ - અનીશ ખાન બલુચી 


ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..