Back

નાંદોદના તરોપા ગામમાં ભજન માં મંજીરા વગાડવા બાબતે બબાલ

નાંદોદના તરોપા ગામમાં ભજન માં મંજીરા વગાડવા બાબતે બબાલ


રાજપીપળા : જુનેદ ખત્રી


નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ના તરોપા ગામમાં ભજન માં મંજીરા વગાડવા બાબતે એક યુવાનને મંજીરા વડે જ ઘા ૧મારી ઇજા કરતા ફરિયાદ થઈ છે.


પ્રાપ્ત માહિતી અનુસાર તરોપા ગામમાં માસિંગભાઇ મોવાસીભાઇ વસાવા ના ધરે સવા મહિના ના ભજન રાખ્યા હતા ત્યાં ગામનો જ કુલદિપ રવિભાઇ વસાવા ભજન માં બેસી મંજીરા વગાડતો હતો તે વખતે વિલાસ જીવણ વસાવા કુલદિપ પાસે મંજીરા વગાડવા માંગતો હોય તેણે મંજીરા આપવાનું ના પાડતા વિલાસે કુલદિપના હાથમાંથી મંજીરા ખેંચી એજ મંજીરા થી કુલદીપને માથામાં ત્રણ ઘા મારી ઇજા પહોંચાડી લોહી લુહાણ હાલત માં કરી નાખતા કુલદીપ ની માતા હેમલતાબેન રવિભાઈ વસાવા ને ખબર પડતા તે વિલાસના ઘરે કહેવા જતા ત્યાં જીવણભાઇ ભાયલાલ વસાવા,કિરીટભાઇ જીવણભાઈ વસાવા,રમીલાબેન જીવણભાઇ વસાવા,(તમામ રહે.તરોપા)એકદમ ગુસ્સે થઇ મારવા માટે દોડી ગયા હોય કુલદીપની માતા હેમલતાબેને આ બાબતે આમલેથા પો.સ્ટે.માં ચારેય વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે તમામ ની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..