Back

ઉમરવા બીટ ના જંગલ વિસ્તાર માંથી વન વિભાગ ગોરા રેન્જ ની ટીમે 45000 ના ખેર ના લાકડા ઝડપી પાડ્યા

ઉમરવા બીટ ના જંગલ વિસ્તાર માંથી વન વિભાગ ગોરા રેન્જ ની ટીમે 45000 ના ખેર ના લાકડા ઝડપી પાડ્યા

ટિમ જંગલ રાઉન્ડ માં હતી એ સમયે અવાજ આવતા 5,6 વ્યક્તિઓને જોતા પીછો કર્યો પરંતુ વન વિભાગ ની ટિમ પર પથ્થરમારો કરી નાસી છૂટ્યા

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લામાં ખેર ના કિંમતી લાકડા ની તસ્કરી ની ઘટના વારંવાર સામે આવે છે માટે વન વિભાગ ની ટીમે આ માટે સતત સજાગ રહી કડક રાત્રી પેટ્રોલિંગ પણ કરે છે જેમાં ગતરાત્રે ગોરા  રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિરેન્દ્રસિંહજી ઘરીયા ની સૂચના મુજબ રાઉન્ડ ફોરેસ્ટર પ્રકાશભાઇ તડવી, બીટગાર્ડ વી.કે.તડવી ને જંગલ ફેરણા વખતે અવાજ આવતા તેઓ ત્યાં ગયેલ તે દરમ્યાન પાંચ છ વ્યક્તિઓ ને જોઇ જતા તેમણે વન વિભાગ ટિમ પર પથ્થરમારો કર્યો જેમાં સદનસીબે બન્નેનો બચાવ થતા તેમણે બહાર આવી RFO ને ફોન કરતા તેઓ સ્ટાફ સહિત સ્થળ પર દોડી આવ્યા હતા અને રાત્રે લગભગ ૧૧:૪૫ કલાકે ગુનેગારોની તપાસ કરતા તેઓ  અંધારાનો લાભ લઇ કોતર અને ડુંગરાળ વિસ્તારમાં ભાગી જવામાં સફળ રહ્યા હતા જેથી વન વિભાગ ની ટીમે 45000 નો ખેર ના લાકડાનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..