Back

નવરાત્રી પ્રથમ દિવસ : રાજપીપળા ના પૌરાણિક હરસિધ્ધિ માતાના મંદિરે દર્શન માટે વિશેષ વ્યવસ્થા

નવરાત્રી પ્રથમ દિવસ : રાજપીપળા ના પૌરાણિક હરસિધ્ધિ માતાના મંદિરે દર્શન માટે વિશેષ વ્યવસ્થા

નવરાત્રી ના પ્રથમ દિવસે રાજપીપળામાં આવેલા પૌરાણિક હરસિધ્ધિ માતાજી ના મંદિરે કોવિડ ૧૯ ગાઈડલાઈન પાલન સાથે દર્શનાર્થીઓએ માતાજીના દર્શન કર્યા

રાજપીપળા : જુનેદ ખત્રી

હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે તમામ ધાર્મિક સ્થળોને સરકાર દ્વારા બંધ રાખવામાં આવ્યા હતા પરંતુ અનલોક બાદ કોવિડ ગાઈડલાઈન મુજબ ધાર્મિક સ્થળોને ખુલ્લા મુકાયા છે હાલ જ્યારે નવરાત્રી શરુ થઇ ગઇ છે ત્યારે રાજપીપળામાં ૪૦૦ વર્ષ પૌરાણીક હરસિધ્ધિ માતાજીના મંદિરે દર વર્ષે ધામધૂમથી નવરાત્રીની ઉજવણી થાય છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી ના કારણે મેળો અને ગરબાનું આયોજન મોકૂફ રખાયું છે ત્યારે આજે પ્રથમ નવરાત્રિએ કોવિડ ૧૯ ગાઇડલાઇન પાલન સાથે દર્શનાર્થીઓએ માતાજીના દર્શન કર્યા હતા

હિન્દૂ દેવસ્થાન કમિટી સંચાલિત રાજપીપળા હરસિધ્ધિ માતાજીના મંદિર ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી ના કારણે ચાલુ વર્ષે નવરાત્રી દરમિયાન ગરબા તેમજ મેળો મોકૂફ રખાયો છે તેમજ દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે સરકાર ની ગાઈડલાઈન મુજબ મંદિર માં પ્રવેશ માટે અલગ ગેટ અને બહાર નીકળવા માટે અલગ ગેટ એમ અલાયદી વ્યવસ્થા ગોઠવાઈ છે ઉપરાંત ભક્તો ને ફરજિયાત માસ્ક પહેરી સોસીયલ ડિસ્ટન્સ સાથે મંદિર માં પ્રવેશ આપાઈ રહ્યો છે અને વર્ચ્યુઅલ આરતી અને લાઇવ દર્શન માટે મંદિર ની બહાર મોટું એલ.ઇ.ડી. ટીવી ગોઠવવામાં આવ્યું છે અને પ્રસાદ લાવવા ઉપર પણ પાબંદી ફાર્માવાઈ છે

ઉપરાંત આજે દૂરથી દર્શને આવેલ ભક્તો માં થોડી નિરાશા જોવા મળી હતી પરંતુ દર્શનાર્થીઓ એ જણાવ્યું હતું કે કોરોના મહામારી સંદર્ભે મંદિર માં દર્શન ની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ સમગ્ર વિશ્વમાંથી કોરોના દૂર થાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..