Back

નગરપાલિકા મા સફાઈ કર્મચારીઓ ના બાકી પગાર અને ઈ.પી.એફ મુદ્દે સીઓ ને આવેદનપત્ર : હડતાળ પે હડતાળ ???!!

નગરપાલિકા મા સફાઈ કર્મચારીઓ ના બાકી પગાર અને ઈ.પી.એફ મુદ્દે સીઓ ને આવેદનપત્ર

થોડાં સમય પહેલાં બાકી પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતરેલા રોજીંદા કર્મચારીઓ ને એક મહીના નો પગાર આપી આશ્વાસન અપાયું હતું ત્યારબાદ ફરી રામાયણ

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા નગર પાલિકામાં એક વિવાદ ઉભો થયો છે જેમાં આજે શ્રમિક કામદાર કલ્યાણ સંઘ ના પ્રમુખ રોહિત કાલિદાસભાઈ સહિત ના સભ્યો દ્રારા મુખ્ય અધિકારી જયેશ પટેલ ને ત્રણ મહીના થી બાકી પડેલા પગાર અને ઈ.પી.એફ ના બાકી નાંણા સફાઈ કામદારોના ખાતામા વહેલીતકે જમા કરાવવા અને 10 થી 15 વર્ષ જેટલાં સમય થી ફરજ બજાવી રહેલાં હંગામી કર્મચારીઓ ને આવનારી બોર્ડ મિટીંગમા કાયમી કરવાની દરખાસ્ત મુકવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

થોડાં સમય પહેલાં જ બાકી પગાર મુદ્દે હડતાળ પડી હતી અને વિવાદ નો થયો હતો,ત્યારે નગરપાલિકા પાસે સ્વ ભંડોળ નહીં હોવાના કારણે રોજીંદા કર્મચારીઓનો પગાર સમયસર નથી થઈ રહ્યો તેવું રાગ આલાપવામા આવ્યો હતો.ત્યાર બાદ કર્મચારી મંડળ ના આગેવાનો આવી ને મામલો થાળે પાડ્યો હતો,અને હવે પછી સમયસર પગાર કરાશે તેવુ આશ્વાસન આપી હડતાળ સમેટાઈ હતી પરંતુ ફરી એકવાર પગાર અને ઈ.પી.એફ ના બાકી નાંણા નો મામલો સામે આવતા આજે શ્રમિક કામદાર કલ્યાણ સંઘ દ્વારા મુખ્ય અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે.

◆ અગાઉ હડતાળ કરી હતી ત્યારે સાંસદે રૂબરૂ આવી પગાર કરાવ્યો હતો , જો પગાર નહીં થાય તો ફરી હડતાળ કરીશું : રોહિતભાઈ સોલંકી (કામદાર સંઘ પ્રમુખ)

આ બાબતે નગરપાલિકા ના કામદાર સંઘ પ્રમુખ રોહિત ભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે કર્મચારીઓ ના પગરો થતા નથી આ બાબતે પાલિકા ના ચીફ ઓફિસર ને રૂબરૂ રજુઆત કરી અગાઉ પણ હડતાળ કરી હતી ત્યારે પગારો થયા હતા ફરી પગાર ની સમસ્યા ઉભી થઇ છે થોડા દિવસ રાહ જોઈશું પછી ફરી હડતાળ ઉપર ઉતરી જઈશું

◆ ચાર મહિનાથી પગરો થયા નથી 14 માં નાણાંપંચ ની ગ્રાન્ટ માંથી પગાર કરવા સરકાર માંથી બાંહેધરી લાવો તેમ સી.ઓ કહે છે : ભરતભાઈ સોલંકી

આ બાબતે ભરતભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે ચાર મહિનાથી પગાર થયો નથી આજે પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી તો કહ્યું કે પાલિકા પાસે સ્વભંડોળ નથી અને 14 માં પગાર પંચ ની ગ્રાન્ટ માંથી પગાર નહીં થઈ શકે ઉપરથી સરકારમાંથી મનાઈ હુકમ છે ઉપર સરકાર માં રજુઆત કરો અને 14 માં નાણાં પંચ ની ગ્રાન્ટ માંથી પગાર કરી શકીએ એવી બાંહેધરી લઈ આવો તો પગાર કરવા માટે હું સહેમત છુ...

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..