Back

પેટ્રોલ-ડીઝલ ના ભડકે બળતા ભાવો બાબતે નર્મદા કોંગ્રેસ નુ આવેદન

પેટ્રોલ-ડીઝલ ના ભડકે બળતા ભાવો બાબતે નર્મદા કોંગ્રેસ નુ આવેદન

રાજપીપળા : જુનેદ ખત્રી

કેન્દ્ર ની મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ ની ખરીદી કીંમત કરતા વધારે એક્સાઈઝ ડ્યુટી લગાડી ને પ્રજા ને પીસી રહી છે, તેના વિરોધ મા કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ગોઠવાયો હતો,તે મુજબ આજે નર્મદા કોંગ્રેસ દ્વારા કલેકટરને રાષ્ટ્રપતિ ને સંબોધન કરતું આવેદનપત્ર આપવામા આવ્યુ.

ડિઝલના ભાવમાં તેમજ એકસાઈઝ ડયુટીમાં વારંવાર વધારો કરીને ભાજપ સરકાર પ્રજાની તકલીફ મા પણ નફાખોરી કરી ૨હી છે તેવો આક્ષેપ સાથે નર્મદા જીલ્લાના કોંગ્રેસના પી.ડી.વસાવા,હરેશ વસાવા,જયંતીભાઈ વસાવા નિકુંજભાઈ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો આજે આવેદનપત્ર આપવા માટે કલેકટર કચેરી પર ગયા હતા.

આવેદનમાં જણાવ્યા મુજબ મોદી સરકાર ગરીબ વિરોધી અને નફાખોર સરકાર હોવાના આક્ષેપો કરવામા આવ્યા સાથે આંતરરાષ્ટ્રીય બજારો મા ક્રુડ ઓઈલ ના ભાવો ઘટી ગયાં હોવા છતાં,મોદી ઘટેલા ભાવો નો લાભ દેશ ની પ્રજા ને આપવા નથી માંગતા અને ખરીદી કીંમત કરતા ત્રણ ગણી વધારે એક્સાઈઝ ડ્યુટી લગાડી ને પોતાની તિજોરી ભરી રહ્યાં છે. કોરોના અને તાળાબંધી થી લોકો ના વેપાર ધંધા પડી ભાંગ્યા છે,લોકો બે-રોજગાર બની રહ્યાં છે અને કેટલાંક આત્મહત્યાઓના પણ બનાવો બની રહ્યાં છે, ત્યારે નરેન્દ્ર મોદી ની સરકાર પ્રજાને નોંધારી છોડી મુકી છે પ્રજાની પીડા નો પાર નથી તેમ જણાવાયું હતું.આમ નર્મદા જીલ્લા કોંગ્રેસ પેટ્રોલ અને ડીઝલ ના રોજીંદા ભડકે બળી રહેલાં ભાવો મુદ્દે આવેદનપત્ર આપીને વિરોધ દર્શાવ્યો હતો.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..