Back

કલી મકવાણા ખાતેના ફાર્મ હાઉસમાં અનડીટેક્ટ મર્ડરનો ભેદ ગણતરીના કલાકમાં જ ઉકેલતી નર્મદા પોલીસ

કલી મકવાણા ખાતેના ફાર્મ હાઉસમાં અનડીટેક્ટ મર્ડરનો ભેદ ગણતરીના કલાકમાં જ ઉકેલતી નર્મદા પોલીસ

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કલી મકવાણા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં તા.૩૧/૦૭/ ૨૦૨૦ના મોડી રાત્રી દરમિયાન કલી મકવાણા ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં કોઈ અજાણ્યા ઇસમોએ નિલેશભાઇ શાંતીલાલ તડવી ઉ.વ.૩૦ રહે. અકતેશ્વરવાળાનું ખુન કરેલા ની જાહેરાત આવતા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ ની સુચના અને માર્ગદર્શન મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર , એ.એમ.પટેલ, પો.ઇન્સ. એલ.સી.બી. તથા ટીમ, તેમજ આર.એન. રાઠવા, પો.ઈન્સ. રાજપીપળા પો.સ્ટે. તથા તેમની ટીમ દ્વારા ગુનાની સ્થળ વિઝીટ કરી શકમંદ ઇસમોને પુછપરછ કરતા કિશનભાઇ કમલેશભાઇ જોગી (લાટ) રહે. ગોરા તા.ગરૂડેશ્વર સદર મરણ જનાર ઇસમ સાથે અગાઉ બોલાચાલી-ઝગડો થતાં અને દ્વેષ રાખી મોડી રાત્રે તકનો લાભ લઇ લોખંડના જેકથી મરણજનાર નિલેશભાઇના માથામાં ફટકા મારી મોત નિપજાવે ની કબુલાત કરતા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..