Back

સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબના ૭૪ માં જન્મદિન નિમિત્તે કલ્લા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબના ૭૪ માં જન્મદિન નિમિત્તે કલ્લા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે જાગરૂકતા લાવનાર સૂફીએ મિલલ્ત અલ્હાજ સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબના ૭૪ માં જન્મદિન નિમિત્તે કલ્લા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

કોરોના મહામારી સમયે મુરીદો દ્વારા બ્લડ ડોનેશન જેવા ઉમદા કાર્ય થકી જન્મ દિવસ ની ખાસ ઉજવણી


રાજપીપળા : જુનેદ ખત્રી


આજરોજ ફૈઝ યંગ સર્કલ અને ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પીરે તરીકત સૂફીએ મિલલ્ત અલ્હાજ સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબના જન્મદિન નિમિતે કલ્લા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો

આજે સૂફીએ મિલલ્ત અલ્હાજ સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબના (કલ્લા શરીફ) જન્મદિનને સમગ્ર વિશ્વ માં તેમના મુરીદો દ્વાર આન બાન શાન થી ઉજવવામાં આવે છે જે સંદર્ભે આજે સૂફી સંત ફૈઝ એકેડમી સ્કૂલ કલ્લા તા. કરજણ જી. વડોદરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયુ હતું જેમાં ૭૪ રક્ત દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું

હાલ જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લોહીની જરૂરત વધુ રહે છે તેની સામે બ્લડ ડોનેશન ઓછું થાય છે ત્યારે હંમેશા સમાજ ની સેવામાં તત્પર એવા પીરે તરીકત સૂફીએ મીલ્લત અલ્હાજ સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબ ને તેમના જન્મ દિન ની ભેટ સ્વરૂપે આજે મુરીદો દ્વારા સમાજ ને ખૂબ ઉપયોગી એવા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરી જન્મ દિવસની ઉજવણી કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

આ સાથેજ તમામ મુરીદોએ પીરે તરીકત સૂફીએ મીલ્લત અલ્હાજ સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબની ઉંમરમાં બરકત થાય અને તેમની તંદુરસ્તી વધે સાથેજ તેઓની દુવાઓનો ફૈઝ તમામ મુરીદો ના માથે સદા રહે એવી અલ્લાહ થી દુઆ કરી હતી

અત્રે એ ઉલ્લેખનીય છે કે પીરે તરીકત સૂફીએ મીલ્લત અલ્હાજ સૈયદ મુસ્તાકઅલી બાવા તેમજ તેમના પુત્ર પીરે તરીકત સૈયદ વાહીદઅલી બાવા હંમેશા ઇલ્મ ને પ્રોત્સાહન આપે છે તેઓ દરેક મુરીદને દિન અને દુનિયાવી ઇલ્મ પ્રાપ્ત કરવા માટે હંમેશા પ્રેરણા આપે છે ઉપરાંત કરજણ તાલુકામાં નાનકડા ગામ એવા કલ્લા બચાર માં ફૈઝ એકેડમી ની સ્થાપના કરી શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પ્રગતિ થકી આસપાસ ના વિસ્તાર ના તમામ ધર્મ ના બાળકો ત્યાં શિક્ષણ મેળવી રહ્યા છે ઉપરાંત સતત ધો 10 બોર્ડ માં 100 ટાકા પરિણામ મેળવતી શાળાઓ માં સ્થાન પ્રાપ્ત કરી ફૈઝ એકેડમીએ મહત્વ નું સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે આજે પીરે તરીકત સૂફીએ મીલ્લત અલ્હાજ સૈયદ મુસ્તાકઅલી બાવા એ રોપેલું ઇલ્મ (જ્ઞાન) નું બીજ એક ઘટાદાર વૃક્ષ સ્વરૂપે દેખાઈ રહ્યું છે તેમ પણ કહી શકાય.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..