Back

ડેડીયાપાડા ખાતેથી ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા બે બોગસ તબીબો ઝડપાયા

ડેડીયાપાડા ખાતેથી ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા બે બોગસ તબીબો ઝડપાયા

ડેડીયાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે બંને બોગસ તબીબો વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી

અગાઉ પણ આજ બંને વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી : તંત્ર કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ

ગરીબ આદિવાસીઓના જીવ સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરો ઉપર લગામ ક્યારે ????

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડીયાપાડા વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું જેમાં બે બોગસ તબીબોને ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યા હતા ત્યારે તબીબી આલમ માં ફફડાટ ફેલાયો છે

પ્રાપ્ત માહિતી મુજબ દેડીયાપાડા પોલીસસ્ટેશન વિસ્તારમાં કેટલાક તબીબો કોઇ પણ ડીગ્રી કે લાયકાત વગર ગેરકાયદેસર રીતે દવાખાના ખોલી દર્દીઓની સારવાર કરતા હોવાનું ધ્યાને આવતા દેડીયાપાડા ના આરોગ્ય ખાતા સાથે સંકલન મા ડોકટર જીનલકુમાર એમ પટેલ તથા પોલીસ ટીમ સાથે સંયુક્ત રીતે ડેડીયાપાડા ટાઉન મા આવા બોગસ તબીબોના ક્લીનીકો ઉપર તપાસ કરતા કોઇ પણ પ્રકારની લાયકાત કે ડીગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાના ખોલી ગામડાઓના અભણ અને ગરીબ દર્દીઓના શરીર સ્વાસ્થ સાથે ચેડા કરી પોતાના આર્થીક ફાયદા માટે લોકોની જીંદગી સાથે ખેલવાડ કરતા બે તબીબો નામે મિલ્ટનભાઈ દયાલભાઇ ઠાકુર, રહે. દેડીયાપાડા ,બસ ડેપો સામે, તા. દેડીયાપાડા, જી. નર્મદા, તથા સીમુલ કાશીકાંત બીશ્વાસ મુળ રહે.પચ્ચીમ બંગાળ ,હાલ રહે.દેડીયાપાડા, નવીનગરી, દશામતાના મંદીર નજીક, તા.દેડીયાપાડા જી.નર્મદા. નાઓને ઝડપી પાડી કુલ કિંમત રૂપીયા ૯૨૬૩/- નો મેડીકલ સામગ્રીનો મુદ્દામાલ કબજે કરી ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર એક્ટ -૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ નો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે

◆ બોગસ ડોક્ટરો બેફામ....

અગાઉ પણ આ બંને આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર ક્લીનીક ખોલી ગરીબ આદિવાસી દર્દીઓ ના સ્વસ્થ સાથે ચેડાં કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી ત્યારે સવાલ એ છે કે શું આવા લોકોને પોલીસનો પણ ડર નથી રહ્યો ???? કે પછી આવા બોગસ ડોક્ટરો ઉપર કોઈના છુપા આશિર્વાદ છે ???? 

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..