Back

રાજપીપળા નગરપાલિકાનું 18.3 કરોડના પુરાંત વાળું બજેટ સત્તા પક્ષ અને વિપક્ષની હાજરી વચ્ચે મંજુર

રાજપીપળા નગરપાલિકાનું 18.3 કરોડના પુરાંત વાળું બજેટ સત્તા પક્ષ અને વિપક્ષની હાજરી વચ્ચે મંજુર

રાજપીપળા પાલિકાના બજેટમાં કોરોના મહામારીને પહોંચી વળવા 2 કરોડની વિશેષ જોગવાઈ

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 16 બેઠકો ઉપર જીત મળી છે, ત્યારે કોંગ્રેસ અને અપક્ષ જૂથ વિપક્ષમાં બેઠા છે. હાલ રાજપીપળા નગરપાલિકાનું સુકાન માત્ર યુવાન કુલદીપસિંહ ગોહિલ સાંભળી રહ્યા છે, ત્યારે ત્રીજી પેઢીની રાજકીય સફરમાં તેઓ તમામ વહીવટ કુશળતાથી કરે એવી લોકો આશા રાખી રહ્યા છે. રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલે વર્ષ 2021 માટેનું વાર્ષિક આવક અને ખર્ચ દર્શાવતું બજેટ રજૂ કર્યું હતું. રાજપીપળા નગરપાલિકાનું 18.3 કરોડના પુરાંત વાળું બજેટ સત્તા પક્ષ અને વિપક્ષની હાજરી વચ્ચે મંજુર કરાયું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે નવા અભિગમ સાથે સભાની શરૂઆત કરી હતી, પ્રથમ વખત રાષ્ટ્રગીતના ગાન સાથે બજેટ સભાની શરૂઆત કરાઈ હતી. 

રાજપીપળા નગરપાલિકામાં ભાજપને બહુમતી મળ્યા બાદ રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ સચિન માછી, કારોબારી ચેરમેન સપનાબેન વસાવા, પાલિકા મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણા સહિત સત્તા પક્ષ અને વિપક્ષના અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં વાર્ષિક બજેટ માટેની સામાન્ય સભા મળી હતી. જેમાં વર્ષ 2021-22 ની 78.19 કરોડની અંદાજીત આવક અને વર્ષ 2021-22 ના વર્ષ માટે અંદાજીત 59.81 કરોડનો ખર્ચ 18.37 કરોડની બંધ સિલક દર્શાવતું અંદાજપત્ર રજૂ કર્યું હતું.

જે બજેટ સર્વાનુમતે મંજુર થયું હતું. નર્મદા જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે ત્યારે રાજપીપળા પાલિકા પ્રમુખે કોરોના મહામારીને પહોંચી વળવા બજેટમાં 2 કરોડ રૂપિયાની વિશેસ જોગવાઈ કરી છે. 

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..