Back

નર્મદા જિલ્લા માં સરકાર દ્વારા કપાસ ની ટેકા ના ભાવે ખરીદી નું સેન્ટર શરૂ કરવા ખેડૂતો/સરપંચોનું આવેદન

નર્મદા જિલ્લા માં સરકાર દ્વારા કપાસ ની ટેકા ના ભાવે ખરીદી નું સેન્ટર શરૂ કરવા ખેડૂતો/સરપંચોનું આવેદન



જિલ્લા ના ખેડૂત સમાજ અને સરપંચો દ્વારા સાંસદ ગીતાબેન રાઠવા ને સંબોધતુ આવેદન કલેક્ટર ને અપાયું.


 


રાજપીપળા : juned khatri


નર્મદા જિલ્લા માં સરકાર દ્વારા કપાસ ની ટેકા ના ભાવે ખરીદીનું સેન્ટર શરૂ કરવા ખેડૂતો/સરપંચો એ આજે એક આવેદન જિલ્લા કલેક્ટર ની આપ્યું હતું.



સાંસદ હિતાબેન રાઠવા ને સંબોધીને આપેલા આ આવેદન માં જણાવ્યું હતું કે નર્મદા માં કપાસ, તુવર,મગ,અડદ, મગફળી જેવા પાકોનું વાવેતર ૨૦૧૯ - ૨૦૨૦ના વર્ષમાં મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે. હાલ આ સીઝન માં ખાસ પાકો પૈકી કપાસ ની ખેતી નર્મદા જિલ્લામાં ખુબ મોટા પ્રમાણમાં થઈ છે. પરંતુ નર્મદા જિલ્લામાં કપાસ ની ખરીદી માટે ગરૂડેશ્વર, રાજપીપળા ,તિલકવાડા ,સાગબારા, ડેડીયાપાડા આમ પાંચ તાલુકાઓ પૈકી એક પણ તાલુકા માં ટેકાના ભાવે કપાસ ખરીદી માટે સેન્ટર આપવામાં આવ્યુ નથી.



નર્મદા જિલ્લો ૮૦% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં મોટાભાગના દરેક સમાજ ના ખેડૂતો કપાસ ની ખેતી કરે છે. આ ખેડૂતો હાલ તેમનો કપાસ ખાનગી વેપારીઓને વેચાણ કરવા મજબુર બન્યા છે.જેના કારણે આ ખેડૂતો ખાનગી વેપારી ને કપાસ માત્ર કવીન્ટલે ૪૦૦૦ થી ૪૨૦૦ રૂપિયા માં વેચાણ કરી ખૂલ્લે આમ લુંટાઈ ૨હ્યા છે.માટે આ બાબતે ત્વરીત કલેકટર નર્મદા તથા રાજય સરકાર દ્વારા તાત્કાલીક નિર્ણય લેવાય અને ખેડૂતોને થઈ રહેલા અન્યાય ને ન્યાય મળે.માટે  કપાસ ની ખરીદી નર્મદા જિલ્લામાં ત્વરીત શરૂ થાય તેવી કાર્યવાહી કરવા એક આવેદન પત્ર આપી મુખ્યમંત્રી ને જાણ કરી નિર્ણય લેવા ખેડૂત સમાજ નર્મદા જિલ્લા તથા જિલ્લા ના સરપંચો એ રજુઆત કરી છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..