Back

નાંદોદ ના જેસલપુર પાસે ટ્રકે બાઈક ચાલકને અડફટે લેતા ઘટના સ્થળે જ બાઈક ચાલાક નું મોત

નાંદોદ ના જેસલપુર પાસે ટ્રકે બાઈક ચાલકને અડફટે લેતા ઘટના સ્થળે જ બાઈક ચાલાક નું મોત 


ડેડીયાપાડા ના કોકમ ગામનો યુવાન વડોદરા થી પોઈચા થઈ પરત ફરતા સામે થી આવતી પેપર ભરેલી ટ્રકે અડફટમાં લીધો


રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ના જેસલપુર ગામના વળાંક પાસે પુરપાટ આવતી ટ્રકે સામે થી આવતી બાઈક ને અડફેટે લેતા ચાલાક નું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.


પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકા ના કોકમ ગામનો દિનેશ સોનજીભાઈ વસાવા નામનો યુવાન બાઈક નં.જીજે-22 એલ-3332 લઈ વડોદરા થી વાયા પોઈચા થઈ ઘરે ડેડીયાપાડા જતો હતો ત્યારે આજે સાંજે લગભગ 6 વાગે સોનગઢ થી પેપર ભરી અમદાવાદ જતી ટ્રક નં. જીજે -3 એટી-2558 ના ચાલકે પોતાની ટ્રક બેફામ હંકારતા બાઈક ચાલાક દિનેશ વસાવા  ની બાઈક ને અડફ્ટ માં લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું .ઘટના ની જાણ થતાં જ રાજપીપળા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..