Back

રામજન્મ ભૂમિ ચુકાદા મુદ્દે ભાજપ સાંસદનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું : જુઓ વિડિઓ

રામજન્મ ભૂમિ ચુકાદા મુદ્દે ભાજપ સાંસદનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું : જુઓ વિડિઓ

રાજપીપળા : જુનેદ ખત્રી

અયોધ્યા રામજન્મ ભૂમિ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.એ બાદ સંઘ,વીએચપી કે ભાજપના કોઈ પણ નેતા રામજન્મ ભૂમિ ચુકાદા મુદ્દે નિવેદન આપવાનું ટાળતા હતા ત્યારે ભરૂચના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના આખા બોલા ફાયર બ્રાન્ડ સાસંદ મનસુખ વસાવાએ ભરૂચ ખાતે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં જાહેર મંચ પરથી રામજન્મ ભૂમિ ચુકાદા મુદ્દે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.એમણે કહ્યું હતું કે કેન્દ્રમાં ભાજપ સરકાર હોવાના કારણે જ સુપ્રીમ કોર્ટ આપણા તરફી ચુકાદો આપવો પડ્યો છે.


મનસુખ વસાવાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ હાલમાં દેશના વિકાસ માટે જે નિણર્યો લીધા છે જેમ કે કાશ્મીરમાંથી 370 અને 35(A) નાબૂદ કરી,ત્યારબાદ પણ કોઈ તોફાનો ન થયા.નરેન્દ્ર મોદી અને અમિત શાહ કાશ્મીર માંથી 370 અને 35(A) કલમ હટાવશે એ ભાજપના નેતાઓએ પણ અનુમાન નહોતું કર્યું.કાશ્મીર માંથી 370 હટાવ્યા બાદ દેશમાં ઉથલ પાથલ થઈ જશે,પાકિસ્તાન અને વિશ્વના દેશો આપણા પર હાવી થશે એવું લોકો વિચારતા હતા પણ નરેન્દ્ર મોદીની કૂટ નીતિને લીધે આવું કશું જ થયું નથી.


રામજન્મ ભૂમિ મુદ્દે કેટલાયે આંદોલનો થયા,કેટલાયે લોકો શહીદ થયા,આઝાદી પહેલાનો આ ઘણો જૂનો મુદ્દો છે.રામ મંદિરના ચુકાદા બાદ પણ આખા દેશમાં શાંતિ છે કોઈ અનિચ્છનીય કોઈ બનાવ બન્યા નથી એ સાબિત કરે છે દેશની ભારતીય જનતા પાર્ટીની સરકારનો વહીવટ ખુબ સારો છે અને ભાજપની સરકાર છે એટલે આવા કોઈ બનાવો બન્યા નથી.કેન્દ્રમાં ભાજપ સરકાર હોવાના કારણે જ સુપ્રીમ કોર્ટ આપણા તરફી ચુકાદો આપવો પડ્યો છે ભાજપ ના સાંસદ ના આવા નિવેદને ચારે ખૂણે ચર્ચાઓએ જોર પકડ્યું છે

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..