Back

રાજપીપળા ના પ્રવેશ દ્વાર પર આવેલા ઐતિહાસિક સર્કલ ને નુકસાન ...

રાજપીપળા ના પ્રવેશ દ્વાર પર આવેલા ઐતિહાસિક સર્કલ ને નુકસાન ... 


મહારાજા વિજયસિંહજી મહારાજ ના સ્ટેચ્યુ ક્લાઘોડા સર્કલ ની દીવાલ સાથે ટ્રક ભટકાતા મોટું નુકસાન ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા વિજયસિંહ રાજા ના સર્કલ ની આસપાસ ભારે નુકસાન 


રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા ના પ્રવેશદ્વાર પર આવેલું ઐતિહાસિક કાલાઘોડા સર્કલ કે જ્યાં મહારાજા વિજયસિંહજી મહારાજ ની પ્રતિમા ઘોડા પર હોય એ સર્કલ ની આસપાસ દીવાલ અને જાળી સહિત નું કવચ બનાવેલું હોય જેને વહેલી સવારે પુરપાટ આવતી એક ટ્રક નં.DN.09.S.9013 ના ચાલક નૂરઆલમ શફીક (રહે, કામરેજ,સુરત) એ પૂરપાટ ટ્રક લાવી સર્કલ ની બાઉન્ડરી અને ગ્રીલ સાથે અથાડતા તોડભાંગ કરી નુકસાન કર્યું હતું.એક વર્ષ અગાઉ જ આ ઐતિહાસિક સર્કલ લાખોના ખર્ચ બનાવવા માં આવ્યું હતું આ બાબતે રાજપીપળા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..