Back

રાજપીપલામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે પેન્શન સપ્તાહ ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

રાજપીપલામાં તા. ૩૦ મી એ ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે પેન્શન સપ્તાહ ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

તા. ૩૦ મી નવેમ્બરથી તા. ૬ ઠ્ઠી ડિસેમ્બર સુધી દેશભરમાં પેન્શન સપ્તાહની થનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણી


રાજપીપલામાં તા. ૩૦ મી એ ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે પેન્શન સપ્તાહ ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે


પેન્શન સપ્તાહની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન અને લઘુ વ્યાપારી માન-ધન યોજનાના વ્યાપક પ્રચાર-પ્રસાર થકી મહત્તમ લાભાર્થીઓને આવરી લેવા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીનો અનુરોધ


પેન્શન સપ્તાહ ઉજવણીના સુચારા આયોજન અંગે જિલ્લા કલેક્ટર કોઠારીના અધ્યક્ષપદે યોજાયેલી બેઠક

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ તા. ૩૦ મી નવેમ્બરથી તા. ૬ ઠ્ઠી ડિસેમ્બર, ૨૦૧૯ દરમિયાન સમગ્ર દેશભરમાં પેન્શન સપ્તાહની થનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણી દરમિયાન નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન અને લઘુ વ્યાપારી માન-ધન યોજનાના વ્યાપક પ્રચાર-પ્રસાર થકી આ બંને યોજના હેઠળના લક્ષિત લાભાર્થીઓને મહત્તમ રીતે આવરી લેવાય તેવા ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરવા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો છે.


તા. ૨૨ મી જુલાઇ, ૨૦૧૯ થી અમલમાં મુકાયેલી લઘુ વ્યાપારી માન-ધન યોજના-૨૦૧૯ હેઠળ વૃધ્ધાવસ્થા સમયે પેન્શન અને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો હેતુ રહેલો છે. આ યોજના હેઠળ ૧૮ થી ૪૦ વર્ષની વય ધરાવતા દુકાન માલિકો, છુટક વેપારીઓ, રાઇસ- તેલ મિલના માલિકો, વર્કશોપના માલિકો, કમિશન એજન્ટ, રીયલ એસ્ટેટ બ્રોકર, નાની હોટલના રેસ્ટોરન્ટનાં માલિક અને અન્ય લઘુ વ્યાપારીઓ કે જેમનું વાર્ષિક ટર્નઓવર રૂા. ૧.૫ કરોડથી વધુ ન હોય અને સેવીંગ એકાઉન્ટ તથા આધાર નંબર ધરાવતા વેપારીઓ લાભ મેળવી શકશે. ઉંમરના આધારે લાભાર્થીના પ્રિમિયમ સામે સરકારશ્રી તરફથી પણ તેટલા જ હિસ્સા પેટે મેચીંગ ફાળાની રકમ ભરપાઇ કરાશે. ૬૦ વર્ષ સુધી પ્રિમિયમ ભર્યા પછી લઘુતમ માસિક રૂા. ૩ હજારનું પેન્શન અને પેન્શનની પાત્રતા વખતે મૃત્યુના કેસમાં પતિ/પત્નીને ૫૦ ટકા લેખે ફેમિલી પેન્શન ચૂકવાશે.


જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માન-ધન યોજના-૨૦૧૯ અંતર્ગત નર્મદા જિલ્લાના શહેરી વિસ્તારોમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યાને આ યોજનાની માર્ગદર્શિકા મુજબના નોંધાયેલા તમામ વેપારીઓ આવરી લેવાય તે જોવા તેમજ જિલ્લાના તાલુકા-ગ્રામ્ય વિસ્તારના વેપારીઓની નોંધણી માટે જે તે તાલુકા મામલતદાર-તાલુકા વિકાસ અધિકારીઓના સહયોગ થકી કોમન સર્વિસ સેન્ટર માટે મહત્તમ નોંધણી થાય તેવા પ્રયાસો માટે ખાસ હિમાયત કરી હતી.


જિલ્લા કલેક્ટર કોઠારીએ પ્રધાનમં શ્રમયોગી માન-ધન યોજના હેઠળ જિલ્લામાં આજદિન સુધી થયેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી અને જિલ્લાના બાકી લક્ષ્યાંકની સિધ્ધિ માટે રીક્ષાચાલકો, ઘરેલુ શ્રમયોગીઓ, આંગણવાડી શ્રમયોગીઓ, મધ્યાહન ભોજન શ્રમયોગીઓ, આશા શ્રમયોગીઓ, મનરેગાના લાભાર્થીઓ, શાકવાળાઓ, હાથલારી શ્રમયોગીઓ, માથોડા શ્રમયોગીઓ, હસ્તકલાના કારીગરો, કચરો વીણનાર, મોચી, દરજી, ખેત શ્રમયોગીઓ, સીમાંત ખેડૂતો, APMC માં કામ કરતાં શ્રમયોગીઓ વગેરે જેવા લક્ષિત લાભાર્થી આવરી લેવાય તે માટે સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને નિષ્ઠાપૂર્વકના પૂરતા પ્રયાસો હાથ ધરવા ખાસ સુચના આપી હતી.


આ બેઠકમાં પ્રાંત અધિકારી કે.ડી.ભગત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, નગર પાલિકાના ચીફ ઓફિસર અમીત પંડ્યા, ચીટનીશ-ટુ-કલેક્ટર સોની, શ્રમ અધિકારી (ઉદ્યોગ) ડી.એમ.પારખીયા, શ્રમ અધિકારી (ખેતી) એસ.વી.વસાવા વગેરે ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..