Back

નર્મદા જિલ્લાનો વરસાદ મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૩૩૩ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે

નર્મદા જિલ્લાનો વરસાદ મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૩૩૩ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે


રાજપીપલા: જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા માં તા. ૨૬ મી ઓગસ્ટ, ૨૦૧૯ ને સોમવાર ના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ નાંદોદ તાલુકામાં ૧૪ મિ.મિ. અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં - ૧૧ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લાા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તલ થયાં છે.


જિલ્લા માં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૩૩૩ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો-૧૧૯૩ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૧૧૮૬ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૧૧૬૮ મિ.મિ. વરસાદ સાથે ચોથા ક્રમે અને સાગબારા તાલુકો-૧૦૮૨ મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહેવા પામ્યો છે.


જિલ્લાલના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૩૩.૭૦ મીટર, કરજણ ડેમ- ૧૧૧.૩૦ મીટર, નાના કાકડીઆંબા ડેમ- ૧૮૭.૭૨ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૨ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૨૬.૦૫ મીટર હોવાના અહેવાલ જિલ્લાહ પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તુ થયાં છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..