Back

નર્મદા જિલ્લા કલેકટર તરીકે હવાલો સંભાળતા મનોજ કોઠારી

નર્મદા જિલ્લા કલેકટર તરીકે હવાલો સંભાળતા શ્રી મનોજ કોઠારી

રાજપીપલા : જુનેદ ખત્રી


રાજય સરકાર ધ્વારા તાજેતરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિ. ના મેનેજીંગ ડિરેકટરશ્રી મનોજ કોઠારી (IAS) ની નર્મદા જિલ્લા કલેકટર તરીકે બદલી સાથે નિમણૂંક થતાં શ્રી મનોજ કોઠારીએ આજે તા. ૨૫ મી નવેમ્બર,૨૦૧૯ ને સોમવારના રોજ રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળી લીધેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી આઇ.કે.પટેલની બદલી ખેડા જિલ્લા કલેકટરશ્રી તરીકે થયેલ છે. 


સને ૧૯૮૯ માં ગુજરાત વહીવટી સેવા સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં સીધી પસંદગીથી સૌ પ્રથમ નાગરિક પુરવઠા નિગમના વિજીલન્સ મેનેજર તરીકે જોડાઇને પોતાની યશસ્વી કારકીર્દીનો પ્રારંભ કરનાર શ્રી મનોજ કોઠારીએ તેમની સરકારી સેવાઓના કાર્યકાળ દરમિયાન નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નાયબ કલેકટરશ્રી, નિવાસી નાયબ કલેકટરશ્રી, સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રના નાયબ કલેકટરશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભાવનગર મ્યુનિસીપલ કમિશ્નરશ્રી, મહેસુલ વિભાગમાં રાહત નિયામકશ્રી અને છેલ્લે વડોદરામાં મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડિરેકટરશ્રી તરીકે તેઓશ્રીની નોંધપાત્ર સેવાઓ દ્વારા જે તે વિભાગોની કામગીરીમાં વિશિષ્ટ યોગદાન રહયુ છે.


જિલ્લા કલેકટરશ્રી તરીકે શ્રી મનોજ કોઠારીએ રાજપીપલા ખાતે હવાલો સંભાળ્યા બાદ નર્મદા જિલ્લાના મહેસુલી પરિવારના કર્મયોગીઓ અને “ટીમ નર્મદા” ના જુદા જુદા વિભાગના વરિષ્ટ અમલીકરણ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ વગેરેએ નવનિયુક્ત કલેકટરશ્રી મનોજ કોઠારીની શુભેચ્છા મુલાકાત લઇ ઉષ્માભર્યા આવકાર થકી જિલ્લાની વિકાસકૂચ આગળ ધપાવવામાં સહુએ પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..