Back

ખેતર માં મોબાઈલ ટાવર નાખવાંની લાલચ આપી ૮,૩૦ લાખની છેતરપિંડી

ખેતર માં મોબાઈલ ટાવર નાખવાંની લાલચ આપી ૮,૩૦ લાખની છેતરપિંડી



રાજપીપળા : જુનેદ ખત્રી


નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ના રસેલા ગામના એક આદિવાસી ખેડૂત ને મોબાઈલ ટાવર નાંખવા ની લાલચ આપી લાખો રૂપિયાનો ચૂનો લગાડનાર એક મહિલા સહિત 4 વિરૂદ્ધ ખેડૂતે ફરિયાદ આપી છે.



પ્રાપ્ત માહિતી અનુસાર રસેલા ગામમાં રહેતા આદિવાસી ખેડૂત દલપતભાઈ મંગાભાઈ વસાવા ને ખેતર માં ટેલીનોર કંપની નો મોબાઈલ ટાવર નાખવાનું કહી વિશ્વાસમાં લઈ રાહુલકુમાર નામક વ્યક્તિ એ તેના એસબીઆઈ બેન્ક ના ખાતા માં ટુકડે ટુકડે કુલ રૂ.૮૪,૦૦૦ તથા અખિલેશકુમાર ના એક્ષીસ બેંક તથા બેંક ઓફ બરોડા ના ખાતા માં ટુકડે ટુકડે મળી કુલ ૭,૪૬,૦૦૦ રૂપિયા ભરાવી કુલ્લે રૂપિયા ૮.૩૦ લાખ ભરાવી તેમજ અન્ય એક મોનાબેન અને ગૌરવ શર્મા નામના વ્યક્તિઓ એ પણ આ બાબતે મદદગારી કરી આ ખેડૂતની જમીનમાં મોબાઈલ ટાવર ન નાખી લાખોની છેતરપિંડી કરી હોય આ ચારેય વિરુદ્ધ ખેડૂતે રાજપીપળા પો.સ્ટે. માં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.તપાસ પીએસઆઇ આર.પી. ભરવાડ ચલાવી રહ્યા છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..