Back

પી.એમ મોદીના કાર્યક્રમ નો વિરોધ કરનાર 25 થી વધુ આદિવાસીઓને ડિટેન કરાયા

પી.એમ મોદીના કાર્યક્રમ નો વિરોધ કરનાર 25 થી વધુ આદિવાસીઓને ડિટેન કરાયા

રાજપીપળા : જુનેદ ખત્રી

આજે 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે રાષ્ટ્રીય કક્ષાનો એકતા દિનની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે આદિવાસીઓની જમીનો લઈ તેના પર કરોડો રૂપિયાના ઉત્સવો પાછળ ખર્ચ કરવામાં આવે છે જે આક્ષેપ સાથે સમગ્ર બાબતને લઈને સ્થાનિક અદિવાસીમાં રોશ ફેલાયો હતો અને આદિવાસીઓ દ્વારા કેવડિયા બંધ નું એલાન આપવામાં આવ્યું હતું વિરોધની ગંધ પોલીસને પહેલેથી હોય નર્મદા પોલીસ દ્વારા કેવડિયા ગામને નજર કેદ કરવામાં આવ્યું હતું સાથે આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા. બાદ માં ૩૧ મી ઓક્ટોબરે સવારે એક તરફ પ્રધાનમંત્રી મોદી નો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે કેટલાક આદિવાસીઓ દ્વારા કેવડીયા વિસ્તાર માં વિરોધ કરાયો હતો. ત્યારે પ્રધાનમંત્રી મોદીના આગમન બાદ કેટલીક મહિલાઓ સુત્રોચાર કરતી જાહેર માર્ગ પર દોડી આવતા પોલીસે તરત તેમને અટકાવી પોલીસ વાનમાં ભરી રાજપીપળા ખાતે લઈ જવામાં આવી હતી.લગભગ ૨૫ જેટલી મહિલાઓને ડિટેન કરવામાં આવી હતી મોદીના ગયા બાદ આ તમામને મુક્ત કરાયા હતા.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..