Back

સ્ટેચ્યુ જોવા આવેલ પ્રવાસીની વિખૂટી પડેલી દીકરીનું પરિવાર સાથે મિલન કરાવતી નર્મદા પોલીસ

સ્ટેચ્યુ જોવા આવેલ પ્રવાસીની વિખૂટી પડેલી દીકરીનું પરિવાર સાથે મિલન કરાવતી નર્મદા પોલીસ

રાજપીપળા : જુનેદ ખત્રી


નર્મદા જિલ્લામાં આકાર પામેલ વિશ્વ નું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે રાજાઓના કારણે ભારે સંખ્યા માં પ્રવાસીઓ નોંધાયા હતા સ્ટેચ્યુ સહિત સમગ્ર આસપાસ નો વિસ્તાર લાઇટિંગ થી સુશોભિત કરવામાં આવ્યું છે ત્યારે આ ભવ્ય નજારો જોવા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે

આટલી મોટી માત્રામાં પ્રવાસીઓ ની ભીડ માં અનેક બાળકો પોતાના માં બાપથી વિખુટા પડીજાય છે ત્યારે શનિવારે અમદાવાદ થી સ્ટેચ્યુ જોવા આવેલ પ્રવાસી રાવજી ભાઈ પટેલ ની સાત વર્ષ ની દીકરી વિખૂટી પડી ગઈ હતી ત્યારે તેઓના જીવ અધ્ધર થઈ ગયા હતા ત્યારે નર્મદા પોલીસે સરાહનીય કામગીરી દાખવી હતી પી.એસ.આઈ કે કે પાઠક સહિત અધિકારીઓએ વિખુટી પડેલ બાળકીનું અલાગભગ દોઢ કલાક ની જહેમત બાદ પોતાના પરિવાર સાથે મિલન કરાવ્યું હતુ

નર્મદા પોલીસ ની આ સરાહનીય કામગીરી થી સ્ટેચ્યુ જોવા આવેલા પ્રવાસીઓ આનંદિત થયા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..