Back

નર્મદા સરદાર સરોવર ડેમ અપડેટ : સપાટી 136.84 મીટરે ઉપરવાસ માંથી પાણીની ભરપૂર આવક

નર્મદા સરદાર સરોવર ડેમ અપડેટ : સપાટી 136.84 મીટરે ઉપરવાસ માંથી પાણીની ભરપૂર આવક


જુનેદ ખત્રી : રાજપીપળા

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે નર્મદા ડેમ ની સપાટી હાલ 136.84 મીટર નોંધાઇ છે

સરદાર સરોવર ડેમ માં ઉપરવાસ માંથી 10,16,000 ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે જેની સામે ડેમ ના 23 દરવાજા 4.15 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને 8,09,015 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે જેથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે

કેવડિયાનાં ડૂબા ડૂબ ગોરા બ્રિજ ઉપર નર્મદા નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ છે

સરદાર સરોવ ડેમમાં હાલ 5153 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે

ગરુડેશ્વર ખાતે નર્મદા નદીની સપાટી 29.40 મીટર નોંધાઇ છે ઉલ્લેખનીય છે કે 1 કલાકમાં પાણી ની આવકમાં 1,80,000 ક્યુસેક નો વધારો નોંધાયો છે અને સપાટીમાં 9 સે.મી.નો વધારો નોંધાયો છે

સરદાર સરોવર ડેમ ના તમામ પાવર હાઉસ કાર્યરત છે અને વિપુલ પ્રમાણ માં વીજ ઉત્પાદન થઈ રહ્યું છે

અત્રે એ ઉલ્લેખનીય છે કે ભરૂચ ની આસપાસ ના વિસ્તારોમાં નર્મદા નદી ના પાણી ફરિવળતા પુર જેવી પરીસ્થિતિનું નિર્માણ થયું છે અને ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાએ આજે સવારે 31.50 ફૂટ સપાટી વટાવી હતી

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..