Back

નર્મદા : શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ : વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ નિદર્શન સહિત તાલીમ અપાઈ

નર્મદા : શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ : વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ નિદર્શન સહિત તાલીમ અપાઈ

જિલ્લાની તમામ સરકારી- ખાનગી પ્રાથમિક શાળા, માધ્યમિક-ઉચ્ચ્તર માધ્યમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહની કરાયેલી ઉજવણી


ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન તંત્રના ફાઇનાન્સ ડાયરેક્ટર યોગીતાબેન પરમારે તરોપા અને આમલેથા પ્રાથમિક શાળાની લીધેલી મુલાકાત


રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર દ્વારા પી.એસ. & સીઈઓશ્રી અનુરાધા મલ્લના માર્ગદર્શન તેમજ નર્મદા જિલ્લા કલેક્ટર આઈ. કે. પટેલની સીધી દોરવણી હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા જિલ્લાની તમામ સરકારી-ખાનગી પ્રાથમિક શાળા, માધ્યમિક -ઉચ્ચ્તર માધ્યમિક શાળાઓમાં વિધાર્થીઓ માટે શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે.


જિલ્લાના નાંદોદ, તિલકવાડા, ગરૂડેશ્વર, દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં શાળા સલામતી સપ્તાહની તારીખ:૨૩/૦૯/૨૦૧૯ થી ૨૭/૦૯/૨૦૧૯ સુધી આપત્તિ વ્યવસ્થાપન વિષયના પ્રાથમિક સારવારના તજજ્ઞ અર્જુન એ. વસાવા આગ સલામતીના તજજ્ઞ અનિલ એ. રોહિત, શોધ અને બચાવ તાલીમના તજજ્ઞ શૈલેશભાઈ આર. વસાવા, ૧૦૮ ઈમરજન્સી સેવાનું ડેમોન્સ્ટ્રેશન , ૧૦૧ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ તેમજ “ આપદામિત્ર” દ્વારા શાળા સાલામતીને ધ્યાનમાં રાખીને કરાયેલા પ્રત્યક્ષ નિદર્શનમાં આગ સલામતી વિષય ઉપર મોકડ્રીલ, આપદામિત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન વિષે સમજ, ફાયર ડેમોન્સ્ટ્રેશન, પ્રાથમિક સારવારની તાલીમ, શોધ અને બચાવની તાલીમ, શાળાઓમાં આપત્તિ વિશે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા સહિત કુલ-૧૩૧ જેટલી મેગા ઈવેન્ટ જિલ્લાની શાળાઓમાં યોજાઇ હતી.


તરોપા અને આમલેથા પ્રાથમિક શાળા ખાતે આફતના સમયે શું કરવું અને શું ન કરવું તે અંગે શિક્ષકો-બાળકોને જાગૃત કરવા, શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના હેઠળ શાળા આપત્તિ વ્યવસ્થાપન સમિતિને અધતન કરવા ઉપરાંત શાળામાં મોકડ્રીલનો અભ્યાસ કરાવવા તેમજ શાળામાં માળખાગત અને બિન-માળખાગત નિવારણના પગલાંઓ વિશે સમજ આપાઇ હતી.

ઉક્ત તાલીમના ઉદ્દેશ મુજબ જે તે તાલીમવર્ગમાં જરૂરી સમજ કેળવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના ફાઇનાન્સ ડાયરેક્ટર યોગીતાબેન પરમારે ઉકત તરોપા અને આમલેથા પ્રાથમિક શાળાની મુલાકાત લઇને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.


અત્રે એ ઉલ્લેખની છે કે, જિલ્લાના ૨૬ જેટલાં આપદામિત્રો જેમાં ખાસ ૮ આપદામિત્રોની ટીમ કે જેઓએ ઉક્ત પાંચ દિવસીય સપ્તાહ દરમિયાન શોધ અને બચાવ કામગીરી અંગે તાલીમી વિધાર્થીઓને પ્રત્યક્ષ નિદર્શન દ્વારા આફતમાં ફસાયેલી વ્યક્તિને કઈ રીતે બચાવી શકાય તેની જાણકારી સાથે પૂરતી સમજ અપાઈ હતી.

આ ઉજવણીમાં ડિઝાસ્ટર મામલતદાર એમ.એસ.સોંલકી અને ડીપીઓ બંટીશકુમાર પરમાર તરફથી પૂરતો સહયોગ અપાયો હતો

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..