Back

નર્મદા : 14 વર્ષ ના બાળક ના અપહરણ થી ચકચાર

ડેડીયાપાડા ના વેડછા ગામે થી મામાના ઘરે ગઢ ગામે જતા બાળકનું અપહરણ 



રાજપીપળા : જુનેદ ખત્રી


નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના વેડછા ગામમાં રહેતો બાળક મામા ના ત્યાં જવા નીકળ્યા બાદ રસ્તા માંથી તેનું અપહરણ થઈ જતા ફરિયાદ નોંધાઈ છે.



પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા ના વેડછા ગામમાં રહેતો પાર્થિવ ખાનસિંગભાઇ વસાવા (14) ગત તારીખ 18 ઑગસ્ટ ના રોજ સવારે 11 વાગે ડેડીયાપાડા ના ગઢ ગામે રહેતા તેના મામા ના ત્યાં જવા નીકળ્યો હતો પરંતુ રસ્તા માંથી તેનું કોઈ અજાણ્યા વ્યક્તિઓ અપહરણ કરી ગયા હોય એ મામા ને ત્યાં કે પોતાના ઘરે પરત ન ફરતા પિતા એ પાર્થિવ ના મિત્રો અને પરિવારજનો માં ઘણી શોધખોળ કરી છતાં એ મળી ન આવતા આખરે પિતા ખાનસિંગભાઇ એ ડેડીયાપાડા પો.સ્ટે. ફરિયાદ આપતા પોલીસે અપહરણ દાખલ કરી તપાસ હાથ ધરી છે.તપાસ ડેડીયાપાડા પીએસઆઇ એસ.આઈ.સૈયદ કરી રહ્યા છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..