Back

રાજપીપળા દશા ખડાયતાની વાડી માં નિરાધાર,ત્યકતા બહેનો ના ઉજ્વળ ભવિષ્ય માટે તાલીમ વર્ગ શરૂ

રાજપીપળા દશા ખડાયતાની વાડી માં નિરાધાર,ત્યકતા બહેનો ના ઉજ્વળ ભવિષ્ય માટે તાલીમ વર્ગ શરૂ 



નૈયા એકેડમી અને જ્યોતિ બ્રહ્મભટ્ટ એ બહેનોને આવક મેળવવાના બ્યુટી તાલીમ કલાસ શરૂ કરી અનોખી પહેલ કરી છે.



રાજપીપળા : જુનેદ ખત્રી


નર્મદા જિલ્લો પછાત વસ્તી વાળો હોય અભણ અને નિરાધાર મહિલાઓ માટે આ જિલ્લા માં ખાસ કોઈ આવકનું સ્ત્રોત નથી ત્યારે નૈયા એકેડમી (બોમ્બે)અને જ્યોતિ બ્રહ્મભટ્ટ (તારાપુર)ના સંયુક્ત ઉપક્રમે રાજપીપળા દશા ખડાયતાની વાડી ખાતે એક ખાસ બ્યુટી કલાસ શરૂ કરવામાં આવ્યા છે.



આ બ્યુટી,મેકઅપ,હેરસ્ટાઇલ ના ક્લાસિસો તો બધેજ હોય છે અને શહેરોમાં બ્યુટી પાર્લરો પણ હોય પરંતુ જે મહિલાઓ બ્યુટી પાર્લર નું કામ જાણતાં હોય એમના કામમાં રોજ નવું નવું અપડેટ આવતું હોય જેમાં મેકઅપ, હેર સ્ટાઇલ,હેરકટ સહિત નવી નવી ફેશન આજના યુગ માં ઉમેરાતી હોય એ અપડેટ માટે ખાસ આ કલાસ શરૂ કરવામાં આવ્યા છે.આ તાલીમમાં નવા બધાજ અપડેટ ની તાલીમ મળશે.જે કઈક નવી પધ્ધતિ સાથે નવી સ્ટાઇલ નો ઉમેરો કરી આપશે.જેના થકી રાજપીપળા જેવા નાના શહેર માંથી શુભ પ્રસંગો એ બહાર મોટા શહેરો માં જતી બહેનો ને પણ બહાર ન જઈ પોતાના શહેર માજ નવી પદ્ધતિ નો લાભ મળશે અને બ્યુટીસીયનનું કામ શીખેલી બહેનોને પોતાની આજીવિકા મળી રહેશે.



બોક્ષ : આમ બહેનો માટે અમે તદ્દન ઓછા દરે આ તાલીમ રાખી છે : જ્યોતિ બ્રહ્મભટ્ટ



આ બાબતે કલાસીસ ઓર્ગેનાઇઝર જ્યોતિ બ્રહ્મભટ્ટ જણાવ્યું કે વિધવા,ત્યકતા નિરાધાર બહેનો માટે આ તાલીમ તદ્દન મફત રાખી છે જ્યારે આમ બહેનો માટે અમે અન્ય જગ્યા પર જે 40 થી 50 હજાર લઈ આ તાલીમ અપાય છે જે અમે 7 દિવસની તાલીમના માત્ર 10 હજાર રૂપિયા લઈએ છે.આ તાલીમ બ્યુટી પાર્લર નું કામ કરતા કે શીખતાં બહેનો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.અમારો ધ્યેય ખાસ તો બહેનો પોતાની જાતે પગભર થાય તેવો છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..