Back

રાજપીપળા માં ડેન્ગ્યુ ના દર્દીઓ વધતા આયુર્વેદ શાખા દ્વારા અમૃત પેય ઉકાળા વિતરણ શરૂક

રાજપીપળા માં ડેન્ગ્યુ ના દર્દીઓ વધતા આયુર્વેદ શાખા દ્વારા અમૃત પેય ઉકાળા વિતરણ શરૂ



દરબાર રોડ લાઈબ્રેરી તથા આદિત્ય સોસાયટી-૨ ખાતે ઉકાળા વિતરણમાં 250 જેટલા લોકોએ ઉકાળાનો લાભ લીધો



ડેંગ્યુ,ચિકનગુનીયા,મેલેરિયા,ફ્લુ વગેરે સામે શરીરની રોગપ્રતિરોધક શકિત વધારવા વિના મુલ્યે અમૃત પેય ઉકાળા વિતરણ કેમ્પનું આયોજન



રાજપીપળા : રાજપીપળા શહેર માં ડેન્ગ્યુ જેવા રોગે મોટા પ્રમાણ માં માથું ઊંચક્યું હોય આરોગ્ય વિભાગ ની લુલી કામગીરી ના કારણે હજુ ડેન્ગ્યુ ના દર્દીઓ વધી રહ્યા હોય નર્મદા આયુર્વેદ શાખા દ્વારા ગત વર્ષો ની જેમ આ વર્ષે પણ આવા ૠતુજન્ય રોગો સામે રક્ષણ મેળવવા અને રોગપ્રતિરોધક શકિત વધારવા વિના મુલ્યે અમૃત પેય ઉકાળા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.



૧૫ નવેમ્બર ના રોજ  ભારતીય સ્વાતંત્ર્ય સેનાની  અને આદિવાસી જનનાયક શ્રી બિરસા મુંડાજી ની જન્મ જયંતી નિમિતે નિયામક, આયુષની કચેરી-ગાંધીનગર દ્વારા પ્રેરીત જીલ્લા આયુર્વેદ અધિકારી,આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત કચેરી નર્મદાના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું,નાંદોદ ના વૈધ પરેશ જેઠવા દ્વારા ૠતુજન્ય રોગો જેવા કે ડેંગ્યુ, ચિકનગુનીયા, મેલેરિયા,ફ્લુ વગેરે સામે શરીરની રોગપ્રતિરોધક શકિત વધારવા વિના મુલ્યે અમૃત પેય ઉકાળા વિતરણ કેમ્પનું આયોજન દરબાર રોડ લાઈબ્રેરી તથા આદિત્ય સોસાયટી-૨ ખાતે કરવામાં આવ્યું જેમાં 250 જેટલા લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..