Back

રાજપીપળા કરજણ નદી ખાતે NDRF ટુકડી દ્વારા તાલીમ અપાઈ

રાજપીપળા કરજણ નદી ખાતે NDRF ટુકડી દ્વારા તાલીમ અપાઈ 


રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા કરજણ નદીના કિનારે નગર પાલિકા ,પોલીસ અને હોમગાર્ડ ના જવાનોને સંકટ સમયે રેસ્ક્યુ કઈ રીતે કરવું અને એન્જીન વાળી બોટ દ્વારા રેસ્ક્યુ કરી બચાવ કામગીરી કઈ રીતે કરી શકાય એ માટે ની તાલીમ આપવામાં આવી હતી .


રાજપીપળા નગર પાલિકા ને સરકાર દ્વારા અપાયેલી એન્જીન બોટ દ્વારા હાલ માંજ પાલિકા ની ફાયર ટીમે પાંચ ફસાયેલા વ્યક્તિઓને સુરક્ષિત રીતે બચાવી ખુબ સારી કામગીરી કરી હતી પરંતુ સરકારે આપેલી આ બોટ માટેની તાલીમ પુના ખાતેની એનડીઆરએફ ટુકડી દ્વારા આખા ગુજરાત માં અપાઈ રહી હોય આજે બુધવારે આ ટુકડી નર્મદા ડિઝાસ્ટર મામલતદાર સાથે કરજણ નદી ના સરકારી ઓવારે આવી ત્યાં નગર પાલિકા ટિમ,પોલીસ અને હોમગાર્ડ ના જવાનોને બોટ કઈ રીતે ઓપરેટ કરવી અને તેના થકી રેસ્ક્યુ કઈ રીતે કરવું તેની જાણકારી અને તાલીમ આપી હતી.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..